રાજકોટ: શહેરના (Rajkot) કેનાલ રોડ પર ભુતખાના ચોક નજીક આવેલી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા (Central Bank of India) બેંકમાં ચોરીની ઘટના (Bank loot in CCTV) બની હતી. ગ્રાહકના સ્વાંગમાં આવેલા તસ્કરે બેંકના કાઉન્ટરના ખાનામાંથી રૂ.1.83 લાખની રોકડ ઉઠાવી ગયા હતા. જેના સીસીટીવી ફૂટેજ (loot CCTV) સામે આવ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યુ હતુ કે, મહિલા કેશિયર ફ્રેશ થવા માટે બહાર નીકળતા પાછળથી આ શખસે ટેબલમાંથી 1.83 લાખની રોકડ લઇ ફરાર થઇ ગયો હતો.
થોડી જ મિનિટોમાં થઇ ચોરી
આ ઘટનાની વિસ્તૃત માહિતી પ્રમાણે, કેનાલ રોડ પર ભુતખાના ચોક નજીક બિઝનેશ એડીફીસ નામના કોમ્પ્લેક્ષમાં સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની જયરાજ પ્લોટ બ્રાંચમાં ગ્રાહકના સ્વાંગમાં માસ્ક પહેરીને આવેલા તસ્કરે કેશ કાઉન્ટર પાસે આવ્યો હતો. મહિલા કેશીયર ફ્રેશ થવા માટે ગયા હતા. ત્યારે થોડી મિનિટો માટે કાઉન્ટર પર કોઇ હતુ નહીં. જેથી ચોર કાઉન્ટરની બાજુમાંથી અંદર આવી ટેબલના ખાનામાં પડેલા રૂ. 1.83 લાખની રોકડ રકમ ઉઠાવી ભાગી ગયો હતો. આ ચોરે મોઢા પર માસ્ક પહેરેલુ હતુ.
મહિલા કેશીયર પરત કાઉન્ટર પર આવીને ટેબલનું ખાનું ખોલી રોકડ ચેક કરતા રૂ.100ના બંડલ ઓછા હોવાની શંકા જતા તેણે તરત જ તપાસ કરી હતી. તપાસમાં સામે આવ્યુ હતુ કે, 1.83 લાખની રોકડ રકમ ગાયબ તેમણે મૂકી હતી ત્યાં ન હતી. બાદ તેણે તાકીદે બેંકના મેનેજર તથા સ્ટાફને બનાવની જાણ કરતા તાકીદે બેંકમાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફુટેજ ચેક કરતા સાડા અગીયારની આસપાસ માસ્ક પહેરીને આવેલો એક શખસ કેશ કાઉન્ટરની અંદર આવીને ટેબલના ખાનામાંથી રોકડ ઉઠાવતો હોવાનું જોવા મળે છે. જે બાદ તરત જ બેંકના મેનેજર તથા સ્ટાફે તાકીદે પોલીસને જાણ કરતા એ ડિવીઝન પોલીસે તપાસ હાથ ધરી હતી.
પોલીસે બેંકમાં લગાવેલા સીસીટીવી ફૂટેજને સઘન રીતે ચેક કર્યા હતા. જેમાં તેમને એક કરતા વધારે આરોપીઓ હોવાની શંકા થઇ છે. હાલ પોલીસ આ આરોપીની શોધખોળ કરી રહી છે. બેંકની આસપાસના સીસીટીવી ફૂટેજની પણ તપાસ થઇ રહી છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર