Home /News /gujarat /

રાજકોટમાં બાલ્કની ધરાશાયી દૂર્ઘટનામાં કોંગ્રેસે કરી ન્યાયિક તપાસની માંગ

રાજકોટમાં બાલ્કની ધરાશાયી દૂર્ઘટનામાં કોંગ્રેસે કરી ન્યાયિક તપાસની માંગ

અમિત ચાવડાની ફાઇલ તસવીર

Rajkot News: સ્થાનિકોઓ જ હિંમત કરીને દુકાનના કાચ તોડી ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવાનું કામગીરી શરું કરી હતી.

    રાજકોટ : આજે ગુરુવારે, બપોરે રાજકોટના (Rajkot) જાણીતા યાજ્ઞિક રોડ પર દુર્ઘટના ઘટી છે. શહેરના યાજ્ઞિક રોડ પર આવેલા ધનરજની બિલ્ડીંગમા બાલ્કનીનો (balcony collapsed) ભાગ તૂટી પડતા કેટલાક લોકો કાટમાળમાં ફસાયા હતા. જેને પગલે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત 7થી વધુ વાહનોનો પણ રાટમાળમાં ચગદાયા હતા. બાલ્કનીનો ભાગ નીચે પડતા મોટા અવાજથી આસપાસના લોકો પહેલા ડરી ગયા હતા. જે બાદ સ્થાનિકોઓ જ હિંમત કરીને દુકાનના કાચ તોડી ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવાનું કામગીરી શરું કરી હતી. જે બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જે બાદ બિલ્ડીંગનો પ્રથમ માળ બંધ કરાવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

    ફાયર વિભાગ એક કલાક બાદ આવ્યું

    ફાયર વિભાગ અને પીજીવીસીએલની ટીમ ઘટના બન્યાના એક કલાક બાદ પહોંચી હતી. જે બાદ JCBની મદદથી અન્ય ભાગ તોડી, વીજ પુરવઠો બંધ કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી. જોકે આ ઘટનામાં સદનસીબે હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. છજ્જા હેઠળ આવેલા વાહન અને અન્ય દુકાનોને નુકસાન થયું છે.



    આ બિલ્ડીંગનું નિર્માણ વર્ષ 1998 આસપાસ થયું હોવાનું અનુમાન

    માહિતી અનુસાર, આ બિલ્ડીંગનું નિર્માણ વર્ષ 1998 આસપાસ થયું હોવાનું અનુમાન છે. આ બિલ્ડીંગનું નિર્માણ ધનરાજ બિલ્ડર દ્વારા કરવામાં આવ્યું હતું. જે તે સમયે બિલ્ડીંગ નિર્માણ માટે નિયમ મુજબ પ્લાન પાસ થયો હોવાનું ટીપી વિભાગમાં નોંધાયેલું છે. આ બિલ્ડીંગ સ્ટ્રકચર તે સમયનું યાજ્ઞિક રોડ ઉપરનું સૌથી ઊંચું બિલ્ડીંગ બન્યું હતું.



    આ અંગેની ન્યાયિક તપાસ થવી જોઇએ

    બિલ્ડીંગ ધરાશાઈ મામલે કોંગ્રેસના અમિત ચાવડાએ ન્યાયીક તપાસની માંગ કરતા જણાવ્યુ કે, આ સરકાર અને શાસકોની ઘોરબેદરકારી છે. જેનો ભોગ માસૂમો બન્યા છે. આ સમગ્ર પ્રક્રિયાની ન્યાયિક તપાસ થવી જોઇએ અને જવાબદારો સામે પગલા લેવા જોઇએ.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: ગુજરાત, રાજકોટ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन