ધંધુકા: આજે મંગળવારે વહેલી સવારના પાંચ વાગ્યે બગોદરા ધંધુકા રોડ (accident at Bagodara Dhandhuka road) પર ખડોલના પાટીયા પાસે યાત્રાળુઓને લઈ જતી ટ્રાવેલ્સ બસ (Travel bus accident) પલટી ગઇ હતી. જેમાં 56 પૈકી 35 જેટલા યાત્રાળુઓ ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં 4 લોકોની હાલત ગંભીર છે. અકસ્માતમાં ઇજાગ્રસ્તોને ધંધુકા, ફેદરા, બગોદરા, ધોલેરા, બરવાળા અને રાણપુર સહિતની 108 દ્વારા રેફરલ હોસ્પિટલ ધંધુકા ખાતે ખસેડાયા હતા.
ચાલક ભાગી ગયો
ધંધુકા બગોદરા રોડ પર આજે મંગળવારે વહેલી સવારે ટ્રાવેલ્સ બસ પલટી ખાઇ ગઇ હતી. આ ગોઝારા અકસ્માતની ઘટનામાં 35 જેટલા મુસાફરો ઘાયલ થયા હતા જેમાં 4 ઇજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ ટ્રાવેલ્સ બસ અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફ આવી રહી હતી તે દરમિયાન બસને અકસ્માત નડ્યો હતો. ટ્રાવેલ્સ ચાલકને ઝોકું આવી જતાં સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા આ ગોઝારો અકસ્માત બન્યો હતો. જે બાદ ચાલક કૂદકો મારી ભાગી છૂટ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના દરિયાપુર શાહપુર વિસ્તારના દેવીપૂજક સમાજના યાત્રાળુઓ સાળંગપુર અને ખોડીયાર મંદિર દર્શનાર્થે જઈ રહ્યા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ધંધૂકા પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા 35થી વધુ યાત્રાળુઓને સોલા સિવિલ અમદાવાદ ખાતે વધુ સારવાર અર્થે ખસેડાયા હતા. ઇજાગ્રસ્તોને ધંધુકાથી અમદાવાદ રિફર કરવામાં 108 અન્ય એમ્બ્યુલન્સ તથા ખાનગી વાહનો દ્વારા રીફર કરાયા હતા.
રાજસ્થાનના રોડ અકસ્માતમાં 11 લોકોના જીવ ગયા હતા
સદનસીબે આ ગોઝારા અકસ્માતમાં કોઇનો જીવ નથી ગયો. તાજેતરમાં જ રાજસ્થાનમાં થયેલા ભયંકર રોડ અકસ્માતમાં 11 લોકોના મોત થઈ ગયા હતાં. આ અકસ્માત બિકાનેરમાં થયો હતો. જ્યાં ટ્રેલરની અથડામણ ક્રૂઝર ગાડી સાથે થઈ હતી. 8 લોકોએ તો ઘટનાસ્થળ પર જ દમ તોડી દીધો હતો. જ્યારે 3 ઘાયલને નોખા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. ઉપરાંત 7 ઘાયલ લોકોને બીકાનેર જિલ્લા હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યાં હતાં. આ દુર્ઘટનાનો ભોગ બનેલા લોકો મધ્ય પ્રદેશના સજનખેડાવ દૌલતપુરના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. નોખા નજીક શ્રીબાલાજી ગોલાઈમાં આ રોડ અકસ્માત થયો હતો.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર