બગદાણાધામ તથા ભગુડા મોગલધામ કોરોનાના સંક્રમણને કારણે બંધ રહેશે

બગદાણાધામ તથા ભગુડા મોગલધામ કોરોનાના સંક્રમણને કારણે બંધ રહેશે
બગદાણાધામ તથા ભગુડા મોગલધામ કોરોનાના સંક્રમણને કારણે બંધ રહેશે

13 એપ્રિલથી બીજો નિર્ણય ન થાય ત્યાં સુધી બંધ, દર્શન વિભાગ, ભોજનશાળા અને ધર્મશાળા પણ બંધ રહેશે

 • Share this:
  નીતિન ગોહેલ, ભાવનગર : કોરોનાનાં કહેરને કારણે ભાવનગર જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ મંદિરો દર્શનાર્થી માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બગદાણા ખાતે આવેલ પરમ પૂજ્ય સંત શિરોમણી બજરંગદાસ બાપાનું બગદાણાધામ તથા મહુવા પાસે આવેલ ભગુડા ગામે માતા મોગલનું મોગલધામ કોરોનાનાં સંક્રમણને કારણે આવતીકાલે એટલે કે 13 એપ્રિલથી બીજો નિર્ણય ન થાય ત્યાં સુધી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મંદિરનાં દર્શન વિભાગ, ભોજનશાળા અને ધર્મશાળા પણ બંધ રહેશે.

  ભાવનગર શહેર અને જિલ્લામાં દિન પ્રતિદિન વધી રહેલા કોરોનાના કેસના સંક્રમણને લીધે ગુરૂ આશ્રમ બગદાણાધામ 13 એપ્રિલથી જ્યાં સુધી આગામી નિર્ણય ન થાય ત્યાં સુધી મંદિર દર્શન વિભાગ, ભોજનશાળા તથા ધર્મશાળા દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવી છે.  આ પણ વાંચો - વલસાડ જિલ્લામાં સ્વૈચ્છિક લોકડાઉન, શહેરી અને ગ્રામ્ય વિસ્તારો સ્વયંભૂ સજ્જડ બંધ રહ્યા

  બજરંગદાસજી સીતારામ સનાતન સંસ્થાન તરફથી લોકોને અપીલ કરવામાં આવી છે. જેમાં લોકોએ બિન જરૂરી બહાર ન નીકળવા, સામાજિક અંતર રાખવા, માસ્ક પહેરવા તેમજ વારંવાર હાથને સાબુથી સાફ કરતા રહેવું. આ સિવાય સરકારની કોવિડ-19 ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

  ભાવનગર જિલ્લાના મહુવા પાસે આવેલ ભગુડા ખાતેનું મોગલધામ પણ આગામી 13 એપ્રિલથી અચોકક્સ મુદ્દત માટે બંધ કરવામાં આવ્યું છે. જય મોગલમાં ધામ ચેરીટેબલ ટ્રસ્ટ ભગુડા દ્વારા મંદિર બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. હાલની કોરોનાની વિકટ સ્થિતિને લઈને ટ્રસ્ટી મંડળ દ્વારા ભોજનશાળા, ધર્મશાળા સહિતના તમામ વિભાગો બંધ રહેશે. તમામ યાત્રાળુઓ, દર્શનાર્થીઓ માટે ધામ બંધ કરવામાં આવ્યું છે.
  Published by:Ashish Goyal
  First published:April 11, 2021, 17:26 pm

  ટૉપ ન્યૂઝ