રાજકોટ : ઠેકઠેકાણે વેચાતી ચટાકેદાર પાણીપુરી (Panipuri)ખાતા પહેલા હવે લોકો ચેતી જજો કેમ કે તમે કદી પણ નહીં સાંભળ્યું હોય તેવા બેક્ટેરિયા પાણીપુરીમાં જોવા મળ્યા છે. પાણીપુરીમાંથી અલગ પ્રકારના બેકટેરિયા હોવાનો પણ રિપોર્ટ સામે આવ્યો છે. રંગીલા રાજકોટના (Rajkot)લોકો પાણીપુરી ખાવાના પણ ભારે શોખીન છે ત્યારે હવે પાણીપુરી ખાતા પહેલા ચકાસણી કરવી જરૂરી બની છે. રાજકોટ મહાનગરપાલિકાના (Rajkot Municipal Corporation)આરોગ્ય વિભાગની ટીમ દ્વારા થઈ રહેલી ખાણી પીણીની ચકાસણી દરમિયાન લેવાયેલ પાણીપુરીના નમૂનાઓમાં ગંભીર પ્રકારના બેકટેરિયા જોવા મળ્યા હતા. શહેરના અલગ અલગ 4 જેટલા સ્થળોએથી લેવાયેલા નમૂનાઓ રાજ્ય સરકારની લેબોરેટરીમાં નાપાસ થયા છે.
આ અંગે મ.ન.પા.ના આરોગ્ય વિભાગની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ પાણીપુરીના 5 નમૂનાઓ નાપાસ થયા છે. જેમાં (1) પાણીપુરીનો માવો (પ્રિપેર્ડ, લુઝ) જય જલારામ પાણીપુરી, (2) ખજુરનું મીઠુ પાણી (પ્રિપેર્ડ, લુઝ) સાધના ભેળ બોમ્બે હોટલની બાજુમાં ગોંડલ રોડમાં ઈ-કોલીના બેકટેરીયા હાજર હતા. (3) પાણીપુરીનો બટેટાનો મસાલો (પ્રિપેર્ડ, લુઝ) બોમ્બે સ્ટાઈલ ભેળવાળા સર્વેશ્વર ચોકમાં ઈ-કોલીના બેકટેરીયા હાજર હતા. (4) ખજુરની ચટણી (પ્રિપેર્ડ, લુઝ) નારાયણ દિલ્હી ચાટવાલા, ઈ-કોલીના બેકટેરીયા હાજર હતા. (5) પાણીપુરીનો બટેટાનો મસાલો (પ્રિપેર્ડ, લુઝ) નારાયણ દિલ્હી ચાટવાલા, ઈ-કોલીના બેકટેરીયા હાજર હતા. જેને કારણે નમૂનો નાપાસ થયા છે.
નાયબ આરોગ્ય અધિકારીના જણાવાયા મુજબ પાણીપુરીના નમૂનાઓમાં જે 'ઇ-કોલીના' બેકટેરીયા જોવા મળ્યા છે તેનાથી ફૂડ પોઇઝનિંગ એટલેકે ઝાડા-ઉલ્ટી જેવા રોગની શકયતા રહે છે. અનહાજેનિક કંડીશનમાં તૈયાર કરેલી વાસી-પડતર વસ્તુને કારણે આ બેકટેરીયા થઇ જાય છે. આથી જાહેર આરોગ્ય હીતાર્થે નવા ફૂડ એકટ હેઠળ આ નમૂના નાપાસ કરી હવે વેપારીઓ સામે દંડ સહિતની કાર્યવાહી થશે.
" isDesktop="true" id="1130932" >
આ ઉપરાંત ગઇકાલે કોઠારીયા રોડ વિસ્તારમાં ચેકીંગ દરમિયાન ઉમેશ પાણી પુરી સેન્ટરમાંથી 3 કિલો રગડો, 4 કિલો બટેટા, ખોડીયાર ભેળમાંથી 2 કિલો સોસ, આઇશ્રી ખોડિયાર પાણીપુરીમાંથી વાસી 1 કિલો રગડો અને સંતોષ દાબેલીમાંથી 2 કિલો મીઠી ચટણી સહિત કુલ 12 કિલો અખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવ્યો હતો.