રાજકોટમાં પાર્ટ-ટાઇમ સફાઇ કામદારોની હાજરી ફેસ ડિટેક્ટરથી પુરાશે

 • Share this:
  રાજકોટ શહેરમા પાર્ટ ટાઇમ માટે સફાઇ કામ કરતા લોકોની હાજરી હવે ફેસ ડિટેક્ટરથી પુરવામાં આવશે. રાજકોટ મહાનગર પાલિકા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

  આધારભુત સુત્રોના જણાવ્યા અનુસાર, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મિત્રમંડળ અને સખીમંડળો મારફત દરેક વોર્ડમાં સવારના ભાગમાં (પાર્ટ ટાઈમ માટે) સફાઈ કામગીરી કરવામાં આવે છે. હાલમાં ત્રણેય ઝોનના કુલ-૧૮ વોર્ડમાં કુલ-૧૧૯૨ મિત્રમંડળો અને ૩૬ સખીમંડળોના કામદારો મારફત પાર્ટ ટાઈમ (સવારે૭ વાગ્યા થી૧૧ વાગ્યા સુધી) સફાઈ કામગીરી કરવામાં આવે છે.

  રાજકોટ શહેરનાં મ્યુનિસિપલ કમિશ્નર બંધાનિધિ પાનીએ જણાવ્યુ કે, અત્યાર સુધીમાં કુલ-૧૨૨૮ મિત્રમંડળો-સખીમંડળોની પાર્ટ ટાઈમ સફાઈ કામદારોની હાઝારી મેન્યુલી S1/SS1 દ્વારા કરવામાં આવતી પરંતુ સફાઈ કામગીરી વધુ પારદર્શકતા આવે અને હાજરીની કામગીરી વધુ સુદ્રઢ બને તે માટે હવેથી ત્રણેય ઝોનમાંથી કામગીરી કરતા મિત્રમંડળો અને સખીમંડળો કુલ ૧૨૨૮ પાર્ટ ટાઈમ સફાઈ કામદારોની હાજરી હવેથી ફેસ ડિટેકટર મશીનમાં જ પુરાવવાની ચાલુ કરી છે.”

  હાલમાં વેસ્ટ ઝોનમાં કુલ-૭૮ મિત્રમંડળો તથા કુલ-૦૪ સખીમંડળો સફાઈની કામગીરીમાં કાર્યરત છે. સેન્ટ્રલ ઝોનમાં કુલ-૩૬ મિત્રમંડળો અને ૦૩ સખીમંડળો સફાઈ કામગીરીમાં કાર્યરત છે. તેમજ ઈસ્ટ ઝોનમાં કુલ-૩૫ મિત્રમંડળો સફાઈની કામગીરીમાં કાર્યરત છે. આમ, કુલ-૧૪૯ મિત્રમંડળો અને ૦૭ સખીમંડળો સફાઈની કામગીરી કરે છે.
  Published by:Sanjay Vaghela
  First published: