ઉનાકાંડના પીડિતો પર હુમલાની કોશિશ, ધર્મ પરિવર્તનને લઈને મળી ધમકી

News18 Gujarati
Updated: April 26, 2018, 12:33 AM IST
ઉનાકાંડના પીડિતો પર હુમલાની કોશિશ, ધર્મ પરિવર્તનને લઈને મળી ધમકી
ફાઇલ ફોટો

  • Share this:
ઉનાકાંડના પીડિતોને એકવાર ફરીથી કાંડ કરનાર આરોપીઓ દ્વારા ધમકી આપવામાં આવી છે. જાણકારી અનુસાર, ઉનાકાંડના પીડિતો ધર્મ પરિવર્તન કરવા જઈ રહ્યાં છે, અને તે અંગે એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.  તેવામાં ધર્મ પરિવર્તન ન કરવા માટે ઉનાકાંડના પીડિતોને એકવાર ફરીથી ધમકી આપવામાં આવી છે. તે ઉપરાંત તેમના પર હુમલો કરવાની કોશિશ પણ કરવામાં આવી છે. આ ઘટનાને લઈને દલિતો પોલીસ સ્ટેશને હાલમાં ભેગા થયા છે. ઉલ્લેખનિય છે કે, ઉનાકાંડના પીડિતો બૌદ્ધ ધર્મ અંગિકાર કરવા જઈ રહ્યાં છે અને તેને લઈને 29 એપ્રિલે ધર્મ પરિવર્તન  માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

ઉલ્લેખનિય છે કે, આ પહેલા સુનાવણી દરમિયાન હાઈકોર્ટમાં રાજ્ય સરકારની રજૂઆત હતી કે આ કેસમાં સીબીઆઈ તપાસની જરૂર નથી. આ કેસની તપાસ સીઆઈડી ક્રાઈમ દ્વારા શ્રેષ્ઠ રીતે કરવામાં આવી રહી છે અને દરેક પળની તપાસનુ મોનિટરીંગ કરવામાં આવી રહ્યુ છે. આ કેસની તપાસ માટે એક ટીમની રચના કરવામાં આવેલી છે. કેસમાં અત્યાર સુધીમાં 43 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને જેમાં ચાર પોલીસ કર્મચારીઓનો સમાવેશ થાય છે.
કેસમાં 164 લોકોના નિવેદન લેવામાં આવ્યા છે અને ચાર્જશીટ પણ ફાઈલ થઈ ચૂકી છે..રાજ્ય સરકારે સ્વીકાર્યુ છે કે, પીડિત દલિતો દ્વારા ગાયને મારવામાં આવેલી નથી, પરંતુ સિંહના મારણમાં ગાયનુ મોત થયુ છે.મહત્વનુ છે કે 11 જુલાઈના રોજ ઉનાના સમઢિયાળામાં દલિત યુવાનોને રસ્તા વચ્ચે જાહેરમાં ઢોર માર મારવામાં આવી હતી. જેના પડઘા સંસદ સુધી પડ્યા હતા.

ઉનાકાંડના પડઘા અત્યાર સુધીમાં દેશભરમાં પડ્યો હોવા છતાં પણ જો હાલમાં  ધમકી આપવામાં આવતી હોય અને હુમલો કરવાની કોશિશ કરવામાં આવતી હોય તો સીઆઈડી અને પોલીસ પર પ્રશ્ન ઉભા થઈ શકે છે. કેમ કે, રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, સીઆઈડી દ્વારા આ કેસમાં શ્રેષ્ઠ રીતે તપાસ કરવામાં આવી રહી છે.
First published: April 26, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading