Home /News /gujarat /

ઉના: શિક્ષિકા ઘરમાં એકલી હતી ત્યારે યુવકે જીવ લેવાનો કર્યો પ્રયાસ, જુઓ CCTV ફૂટેજ

ઉના: શિક્ષિકા ઘરમાં એકલી હતી ત્યારે યુવકે જીવ લેવાનો કર્યો પ્રયાસ, જુઓ CCTV ફૂટેજ

વાયરલ વીડિયોમાંથી લીધેલી તસવીર

Gujarat Viral video: યુવક બોલાચાલી કરીને મહિલા પર હુમલો કરે છે. આ વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે, ઘરમાં મહિલા સાથે તેમનો પાલતું શ્વાન પણ છે જે પણ તેમને બચાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.

    ઉનાનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં (viral video in Social Media) ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. શહેરમાં શિક્ષિકાના ઘરમાં જઇને એક વ્યક્તિએ તેમની પર હુમલો કર્યો હતો. જેના સીસીટીવી ફૂટેજ (CCTV footage) સામે આવતા ઘણાં જ વાયરલ થઇ રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે, પીડિતાએ હુમલાખોર વિરુદ્ધ ચેક રિટર્ન અને સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. તે અંગેની અદાવત રાખી શખ્સે ઘરમાં ઘૂસી હુમલો કર્યો હતો.

    આ અંગે મળતી માહિતી પ્રમાણે, ઉનાની ગાયત્રી પાર્ક સોસાયટીમાં રહેતા અને ઉનાના સિલોજ ગામે શિક્ષિકા તરીકે ફરજ બજાવતા ભારતીબેન સરવૈયાએ કોડીનારના દિલીપ કાળું ટાંક સામે ચેક રિટર્ન અને સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. જેની અદાવત રાખી દિલીપ ટાંક શિક્ષિકાના ઘરમાં ઘૂસીને હુમલો કર્યો હતો. આ ઘટના વર્ષ 2021ના નવમાં મહિના છે પરંતુ તેના સીસીટીવી હાલ સામે આવ્યા છે.

    આ પણ વાંચો: કેરટેકરનની હત્યાનો ભેદ ઉકેલાયો, ગર્લફ્રેન્ડ સાથે વાત કરવા મોબાઇલ ચાલુ કર્યો અને આરોપી ઝડપાયો



    આ સીસીટીવી વીડિયોમાં જોઇ શકાય છે કે, ભારતીબેન સરવૈયા ઘરમાં એકલા હતા. ત્યારે એક વ્યક્તિ ઘરમાં ઘૂસે છે તેના હાથમાં કાંચના ટુકડાની જેવું કાંઇ દેખાય છે. યુવક બોલાચાલી કરીને મહિલા પર હુમલો કરે છે. આ વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે, ઘરમાં મહિલા સાથે તેમનો પાલતું શ્વાન પણ છે જે પણ તેમને બચાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. મળતી માહિતી મુજબ શખ્સે હુમલો ફરિયાદ પરત ખેંચી લેવા કર્યો હતો. પોલીસે શિક્ષિકાની ફરિયાદ આધારે કોડીનારના શખ્સ સામે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: CCTV footage, Viral videos, ઉના, ગુજરાત

    આગામી સમાચાર