રાજકોટ : રેમડેસિવીર ઇન્જેક્શન બ્લેકમાં વેચનાર દેવાંગ મેરની ધરપકડ, જાણો કેટલા રૂપિયા પડાવતો

રાજકોટ : રેમડેસિવીર ઇન્જેક્શન બ્લેકમાં વેચનાર દેવાંગ મેરની ધરપકડ, જાણો કેટલા રૂપિયા પડાવતો
રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે રેમડેસિવીર ઇન્જેક્શનની કાળાબજારી કરતાં બે શખ્સોની ધરપકડ કરી

આવા કપરા સમયમાં એક-બીજાને મદદ રૂપ થવું ખૂબ જરૂરી છે પરંતુ રાજકોટમાં અમુક એવા લેભાગું તત્વો રેમડેસિવીર ઇન્જેક્શનની કાળાબજારી કરી રહ્યા છે

  • Share this:
રાજકોટ : સમગ્ર રાજ્યમાં કોરોનાની મહામારીને કારણે ખૂબ જ ગંભીર પરિસ્થિતિનું સર્જન થયું છે. હોસ્પિટલોમાં દર્દીઓ માટે બેડની અછત સર્જાઈ છે. તો સાથે જ કોરોના દર્દીઓની ક્રિટીકલ પરિસ્થિતિમાં વપરાતા રેમડેસિવીર ઇન્જેક્શનની પણ અછત સર્જાઈ છે. આવી મહામારીમાં પણ કેટલાક લોકો કાળાબજારી કરી રહ્યા છે. રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે રેમડેસિવીર ઇન્જેક્શનની કાળાબજારી કરતાં બે શખ્સોની ધરપકડ કરી છે.

હાલ સમગ્ર દેશ કોરોના મહામારીથી ઝઝુમી રહ્યું છે. આવા કપરા સમયમાં એક-બીજાને મદદ રૂપ થવું ખૂબ જરૂરી છે પરંતુ રાજકોટમાં અમુક એવા લેભાગું તત્વો છે જે આવી મહામારીમાં પણ મજબૂર અને નિઃસહાય લોકોને લૂંટી રહ્યા છે. કોરોનાના દર્દીઓની સારવારમાં મદદરૂપ રેમડેસિવીરના ઇન્જેક્શનની કાળાબજારી કરી રહ્યા છે. રાજકોટમાં શહેર ક્રાઇમ બ્રાન્ચે રેમડેસિવીર ઇન્જેકશનના કાળા બજાર થતાં હોવાની ફરિયાદોને પગલે નર્સિંગનો અભ્યાસ કરી ચુકેલા દેવાંગ મેર નામના શખ્સની ધરપકડ કરી છે.



રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે રેમડેસિવીર ઇન્જેક્શનની કાળાબજારી કરતાં બે શખ્સોની ધરપકડ કરી


આ પણ વાંચો - વલસાડ : ભીલાડ પોલીસે ચેકપોસ્ટ પરથી બોગસ RT–PCR રિપોર્ટના આધારે ગુજરાતમાં પ્રવેશતા 14 લોકોને ઝડપ્યા

પ્રાપ્ત વિગતો મુજબ મૂળ કિંમત કરતાં ખુબ જ વધુ ભાવે આ ઇન્જેકશન વેચી દેવાંગ કાળા બજાર કરતો હતો. જે અંગે ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી. જેથી છટકુ ગોઠવી ક્રાઇમ બ્રાન્ચે દેવાંગ પાસેથી ઇન્જેકશન મંગાવ્યું હતું અને ઇન્જેકશન આપવા આવતાની સાથે જ ગુરૂપ્રસાદ ચોક પાસેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેને પકડી લીધો હતો. પૂછપરછમાં દેવાંગને આ ઇન્જેકશન બસસ્ટેશન પાછળ આવેલી સત્કાર કોવિડ હોસ્પિટલમાં કામ કરતાં પરેશ વાજાએ આપવાનું જણાવતા તેની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે હોસ્પિટલના તબીબને નિવેદન માટે બોલાવવા તજવીજ હાથ ધરી છે.

પોલીસે હાલ તો આ શખ્સોની ધરપકડ કરી તેમની પાસેથી ચાર જેટલા ઇન્જેકશન કબ્જે કરવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે દેવાંગ રેમડેસિવીરનું એક ઇન્જેકશનના 10000 રૂપિયામાં કાળાબજારી કરતો હોવાનું સામે આવ્યું છે.
Published by:Ashish Goyal
First published:April 16, 2021, 17:43 pm