રાજકોટ પાસપોર્ટ ઓફિસ ખાતે અરજદારોએ હોબાળો મચાવ્યો


Updated: May 18, 2020, 6:01 PM IST
રાજકોટ પાસપોર્ટ ઓફિસ ખાતે અરજદારોએ હોબાળો મચાવ્યો
રાજકોટ : પાસપોર્ટ ઓફિસનો છબરડો, તારીખ અપાયા પછી ઓફિસ ન ખુલતા અરજદારો હેરાન થયા

રાજકોટ : પાસપોર્ટ ઓફિસનો છબરડો, તારીખ અપાયા પછી ઓફિસ ન ખુલતા અરજદારો હેરાન થયા

  • Share this:
રાજકોટ : રાજકોટ શહેરના ગોંડલ રોડ પર આવેલી પાસપોર્ટ ઓફિસ ખાતે આજે અરજદારોએ હોબાળો મચાવ્યો હતો. અગાઉ પાસપોર્ટ માટે અરજીઓ કરનારા 30થી વધુ અરજદારોને ગત રાતે પાસપોર્ટ સેવા કેન્દ્ર તરફથી મેસેજ મળ્યા હતાં કે પ્રોસિઝર માટે આજે સવારે પાસપોર્ટ ઓફિસે આવવાનું છે આ પછી આજે સવારે બધાને માસ્ક, હેન્ડ સેનિટાઇઝર સાથે આવવા તેમજ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરીને આવવાનું રહેશે તેવા મેસેજ આવ્યા હતાં. આ મુજબ તૈયારી કરીને બધા નિયત સમયે પહોંચ્યા હતાં પરંતુ ચોકીદારે ઓફિસ ખુલી જ નહી હોવાનું જણાવતાં અરજદારોમાં રોષ ફેલાયો હતો.

રાજકોટ ઉપરાંત કચ્છ, ભાવનગરના અરજદારો પણ સામેલ હતાં. આ લોકોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે અમને મેસેજ કરી બોલાવાયા બાદ કોઈ યોગ્ય જવાબ આપે તેવી વ્યક્તિ પણ દોઢ-બે કલાક સુધી મળી ન હતી. અમે નિયમ અને દસ્તાવેજો સાથે અગાઉ પાસપોર્ટ માટેની અરજી કરી હતી. અગાઉ અમને 17 તારીખ અપાઈ હતી એ પછી રદ કરીને 5 તારીખ અપાઈ હતી. એ પણ રદ કરી આજની 18મી તારીખ અપાઈ હતી. આ માટેના મેસેજ અમને રવિવારે રાતે મળતાં અમે પાસપોર્ટ સેવા કેન્દ્ર ખાતે સમયસર પહોંચવા તૈયારી કરી લીધી હતી. ત્યાં આજે સવારે ફરીથી મેસેજ આવ્યા હતાં. જેમાં માસ્ક, હેન્ડ સેનિટાઇઝર સાથે આવવા તેમજ મોબાઈલ ફોનમાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરીને આવવાની સુચના અપાઈ હતી. 30 જેટલા અરજદારો આ સુચના મુજબની તૈયારી સાથે આજે સવારે પાસપોર્ટ ઓફિસે પહોંચી ગયા હતા. પરંતુ અહી સિકયુરીટી ગાર્ડે ઓફિસ ખુલી જ નહીં હોવાનું અમને જણાવ્યું હતું.

આ પણ વાંચો - ગોંડલ શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા પોરબંદરના સાંસદને હોમ ક્વૉરન્ટાઇન કરવાની માંગણી

આજે બોલાવવામાં આવ્યાના મેસેજ અરજદારોએ બતાવ્યા હતાં અને જો ઓફિસ ચાલુ ન હોય તો કોઈ જવાબદાર વ્યક્તિ સાથે વાતચીત કરાવવા અને બીજી તારીખ કઈ તેની માહિતી આપવા જણાવ્યું હતું. પરંતુ દોઢ-બે કલાક સુધી કોઈ આવ્યું નહોતું. એ પછી 29 જુન સુધી બધી તારીખો પેક હોવાનું જણાવ્યું હતું. આમ અરજદારોને ધક્કો થયો હતો અને હેરાન થવું પડ્યું હતું. રાજકોટ ઉપરાંત કચ્છ, ભાવનગરથી આવેલા લોકો પણ હેરાનગતિનો ભોગ બન્યા હતાં.

શ્રમિકોને વતન મોકલવાના ટિકિટ ભાડા મામલે રાજકારણ ગરમાયું

શ્રમિકોને પોતાના વતન મોકલવાના ટિકિટના નાણાને લઈને ઘણા સમયથી રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસે તમામ શ્રમિકોને વતન જવાની ટિકિટના નાણા આપવાની જાહેરાત કરી હતી. જેને અનુસંધાને રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા પણ 750થી 800 મજૂરો કે જેઓ યુપીના છે તેનું લિસ્ટ બનાવી કલેકટર તંત્રને આપ્યું હતું. કલેકટર તંત્ર સમક્ષ આ લિસ્ટ મુજબ શ્રમિકોને વતન મોકલવા અને ટિકિટના નાણા અંગે 2 થી 3 વખત રજૂઆતો કરાઇ હતી તેમજ લેખિતમાં પણ અપાયું હતું. પરંતુ કલેકટર તંત્ર દ્વારા યોગ્ય ઉત્તર આપવામાં નહીં આવતા આખરે આજે કોંગ્રેસના આગેવાનો દ્વારા એડીશનલ કલેકટરની કચેરીની અંદર ધરણા કર્યા હતા. શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઇ ડાંગર, મહેશભાઇ રાજપૂત, વશરામભાઇ સાગઠીયાએ લેખિતમાં ખાત્રી આપવાની માંગણી સાથે ધરણા કરતા મામલો ગરમાયો હતો અને પોલીસે ત્રણેયની અટકાયત કરી હતી. કોંગ્રેસના આગેવાનોએ કલેકટર વીસીમાં હોવાથી એડી.કલેકટરને રજૂઆતો કરી, ચેક આપી અને પૈસા ઓછા પડે તો બીજો એક તૈયાર હોવાનું જણાવ્યુ હતું.
First published: May 18, 2020, 5:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading