ચોમાસા દરમ્યાન બન્ની વિસ્તારના ગામડાઓમાં પાણી ભરાવાની સમસ્યાથી લોકો ઊંચાણ વાળા વિસ્તારોમાં વસવાટ કરે છે પણ વન વિભાગની દબાણ હટાવ ઝુંબેશ આ વર્ષે ચોમાસામાં લોકોને પરેશાન કરશે તેવા ગ્રામજનોના આક્ષેપ.
કચ્છ: કચ્છના ભુજ તાલુકાના બન્ની વિસ્તારના (Banni Kutch) ગામડાઓમાં છેલ્લા અનેક મહિનાઓથી ઘાસિયા મેદાનોમાં (Banni Grasslands) દબાણ દૂર કરવાની કામગીરી (Anti Encroachment Drive) શરૂ કરવામાં આવી છે. સરકારી જમીનો પર બંધાયેલા વાડા દૂર કરવા વન વિભાગે (Forest Department) કામગીરી આદરી છે. ત્યારે બન્ની વિસ્તારના અમુક ગામોમાં વન વિભાગ દ્વારા પોલીસની મદદથી બળજબરીપૂર્વક રહેણાંક વિસ્તારો ખાલી કરાવતા હોવાના આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે.
બન્ની વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી ઘાસિયા મેદાનોમાં દબાણ દૂર કરવાની કામગીરી વન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી
કચ્છના બન્ની વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી ઘાસિયા મેદાનોમાં દબાણ દૂર કરવાની કામગીરી વન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે. સંભવિત વિશ્વના સૌથી મોટી દબાણ હટાવ ઝુંબેશમાં બન્ની વિસ્તારમાં ગેરકાયદેસર રીતે બનાવાયેલા અનેક વાડાઓ પર તંત્રે તવાઈ બોલાવી છે. તો હવામાન વિભાગની આગાહી મુજબ 25 જૂનથી કચ્છમાં ચોમાસુ બેસશે. સામાન્યપણે પાણી માટે તરસતા આ પ્રદેશના અનેક વિસ્તારોમાં વરસાદના કારણે પાણી ભરાઈ જવાની સમસ્યાઓ ઊભી થતી હોય છે.
હાલમાં ચાલતી દબાણ હટાવ ઝુંબેશ કારણે આ ચોમાસામાં લોકો પાણી ભરાવાની સમસ્યાથી પરેશાન થશે.
બન્ની વિસ્તારના અનેક ગામોમાં પણ વરસાદના કારણે ઠેકઠેકાણે પાણી ભરાતા લોકો માટે સમસ્યાઓ ઊભી થાય છે. આવામાં લોકો પોતાના ઘર મૂકી આસપાસમાં ઊંચાણ વાળા વિસ્તારોમાં વસવાનું શરુ કરે છે. પણ હાલમાં ચાલતી દબાણ હટાવ ઝુંબેશ કારણે આ ચોમાસામાં લોકો પાણી ભરાવાની સમસ્યાથી પરેશાન થશે તેવું ગ્રજનોનું કહેવું છે.
પંચાયત દ્વારા 2500 હેકટર જમીન વન વિભાગને સોંપવામાં આવી
બન્નીના લુણા અને બુરકુલ ગામો વચ્ચે વન વિભાગ દ્વારા પોલીસની મદદથી ઊંચાણ વાળા વિસ્તારોમાં પ્લોટ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ગ્રામજનોનું કહેવું છે કે પંચાયત દ્વારા 2500 હેકટર જમીન વન વિભાગને સોંપવામાં આવી છે છતાંય પ્લોટ બનાવવા માટે વન વિભાગ નરા પોલીસની મદદ લઈ માલધારી વર્ગ અને ગ્રામજનો સાથે ધાક ધમકી કરતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.આ મુદ્દે લુણા જૂથ ગ્રામ પંચાયત દ્વારા ગુરુવારે જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી યોગ્ય પગલાં ભરવા માંગ કરી હતી.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર