અનિલ અંબાણીની કંપની રૂપિયા 648 કરોડના ખર્ચે રાજકોટમાં એરપોર્ટ બાંધશે

રાજકોટને આંતરરાષ્ટ્રિય હવાઇમથકનો કરાર અનિલ અંબાણીની કંપનીને મળ્યો છે

રાજકોટ જિલ્લાના હીરાસર ખાતે નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટના બાંધકામનો રૂ. 648 કરોડના ખર્ચનો કોન્ટ્રાકટ એરપોર્ટસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એએઆઈ)ની બીડમાં અનિલ અંબાણીની માલિકીની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રકચરે મેળવ્યો છે.

 • Share this:
  ન્યૂઝ 18 ગુજરાતી: રાજકોટ જિલ્લાના હીરાસર ખાતે નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટના બાંધકામનો રૂ. 648 કરોડના ખર્ચનો કોન્ટ્રાકટ એરપોર્ટસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એએઆઈ)ની બીડમાં અનિલ અંબાણીની માલિકીની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રકચરે કોન્ટ્રાક્ટ મેળવ્યો છે. આ માટેનો લેટર ઓફ એવોર્ડ કંપનીને એરપોર્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા તરફથી મળી ગયો છે.

  રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રકચરે, એફકોન્સ અને એલ એન્ડ ટી જેવા નવ કવોલિફાયડ બિડર્સ પૈકી 92.2 ટકાનો સર્વોચ્ચ તકનિકી સ્કોર મેળવ્યો હતો. લેટર્સ ઓફ એવોર્ડ મળ્યાની તારીખથી 30 માસમાં એરપોર્ટ પૂર્ણ કરવામાં આવશે.

  સૂચિત નવું એરપોર્ટ અમદાવાદ-રાજકોટને જોડતા નેશનલ હાઈવે-8બી પાસેનાં હિરાસર ખાતે અને રાજકોટના હાલના એરપોર્ટથી 36 કિમી દૂર બાંધવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે એઇમ્સ અને એરપોર્ટની જાહેરાતો તાત્કાલિક થવાના પગલે રાજકોટ બેઠક પરથી કોઈ હાઇપ્રોફાઇલ વ્યક્તિ ભાજપની બેઠક પર ચૂંટણી લડે તેવી શક્યતાઓ પણ વ્યક્ત થઈ રહી છે.
  Published by:Jay Mishra
  First published: