દુબઇમાં આયોજિત ગલ્ફ ડેરી એક્સ્પોમાં કચ્છની ઊંટડીનું દૂધ

News18 Gujarati
Updated: February 20, 2019, 11:13 AM IST
દુબઇમાં આયોજિત ગલ્ફ ડેરી એક્સ્પોમાં કચ્છની ઊંટડીનું દૂધ
મામલો એરિક્સન ઇન્ડિયાને બાકી 550 કરોડ રકમ આપવાનો છે.

હુંબલ દુબઈ ખાતે વર્લ્ડ ટ્રેડ સેન્ટર ખાતે તારીખ 17 થી 21 ફેબ્રુઆરી 2019 આયોજીત ગલ્ફ ફૂડ એન્ડ ડેરી એક્સ્પો 2019 યોજાવામાં આવ્યો છે.

  • Share this:
અંજાર: દુબઈ આયોજીત ગલ્ફ ડેરી એક્સપો 2019માં કચ્છની સરહદ ડેરી દ્વારા બનાવવામાં આવતા ઊંટડીના દૂધની પ્રોડક્ટ મૂકવામાં આવી હતી. સરહદ ડેરીના ચેરમેન અને અમુલ ફેડરેશનના ડાયરેક્ટર વલમજીભાઈ હુંબલ, બનાસ ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરી, જુનાગઢ ડેરીના ચેરમેન રામસિંહ ભેટારીયા તેમજ અમુલ ફેડરેશનના મેનેજીંગ ડિરેક્ટર ડૉ. આર.એસ. સોઢી દ્વારા અમુલનો સ્ટોલ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ સ્ટોલ પર મહાનુભાવોએ કચ્છની ઊંટડીના દૂધનો સ્વાદ માણ્યો હતો જેમાં કચ્છની ઊંટડીના દૂધ ત્યાંના સ્થાનિક દૂધ કરતાં વધારે સ્વાદિસ્ટ લાગ્યો હતો જે ત્યાના સ્થાનિકોએ વખાણ્યો હતો.

શ્રી કચ્છ જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી “સરહદ ડેરી” ના ચેરમેન વલમજીભાઈ આર. હુંબલ દુબઈ ખાતે વર્લ્ડ ટ્રેડ સેન્ટર ખાતે તારીખ 17 થી 21 ફેબ્રુઆરી 2019 આયોજીત ગલ્ફ ફૂડ એન્ડ ડેરી એક્સ્પો 2019 યોજાવામાં આવ્યો છે. જેમાં અમુલ ફેડરેશનનાં ડેલિગેશન સાથે ભાગ લીધો હતો.

આ કોન્ફરન્સમાં હાજરી આપવાની સાથે સાથે સરહદ ડેરીનાં ચેરમેને દુબઇ ખાતે આવેલા કમેલિયસ ઊંટડીનાં દૂધનાં પ્લાન્ટનાં સ્ટોરની મુલાકાત પણ લીધી હતી અને તેની માહિતી મેળવી હતી.

સરહદ ડેરી દ્વારા તાજેતરમાં માર્કેટમાં ઊંટડીનું દૂધ મૂકવામાં આવ્યુ છે. સરહદ ડેરી દ્વારા ગયા વર્ષે કુલ 597.11 કરોડનું ટર્નઓવર નોધાવ્યું હતું. જેમાં પ્રતિદિન એવરેજ 3.60 લાખ લિટરનું કલેક્શન કર્યું હતું. ગત વર્ષ દરમિયાન ૩૫ % નો ગ્રોથ હાંસલ કર્યો છે. અને દૂધના ખરીદ ભાવોમાં પણ 10 % નો વર્ષ દરમિયાન વધારો કરવામાં આવ્યો છે.
First published: February 20, 2019, 11:13 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading