અમરેલી : ખેડૂતોને પડ્યા માથે પાટુ, વીમા કંપનીના સર્વેયરોએ સર્વે કરવા પૈસા ખંખેર્યા!

News18 Gujarati
Updated: November 4, 2019, 2:44 PM IST
અમરેલી : ખેડૂતોને પડ્યા માથે પાટુ, વીમા કંપનીના સર્વેયરોએ સર્વે કરવા પૈસા ખંખેર્યા!
ખાંભા તાલુકાના બારમણ ગામે 91 ખેડૂતોને એજન્ટોએ લૂંટ્યા

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના બારમણ ગામની ઘટના, ખેતીની નુકસાનીનો સરવે કરાવવા માટે એજન્ટોએ પૈસા ખંખેર્યા, ખેડૂત દીઠ 600 રૂપિયાની લાંચ લેતો એજન્ટ ઝડપાયો

  • Share this:
રાજન ગઢિયા, અમરેલી : રાજ્યમાં (Gujarat) કમોસમી વરસાદ (Unseasonal Rain)ના કારણે ખેડૂતો પાયમાલ થયા છે, ત્યારે સરકારે પાક વીમા માટે સરવે કરવાની કામગીરી હાથ ધરી છે. આ સ્થિતિમાં ખેડૂતોનો માથે પડ્યા માથે પાટું જેવો હાલ થયો છે. અમરેલી (Amreli) પંથકમાં પાક વીમાના (crop insurance) માટે આવેલા વીમા કંપનીના (Insurance company)ના સર્વેયરો (surveyers) ખેડૂત દીઠ નુકસાનીનો સરવે કરવાના 600 રૂપિયા લાંચ (Bribe) માંગતા કેમેરામાં ઝડપાયાા છે. આ વીડિયો અમરેલી પંથકના છે અને સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આ વીડિયો ખાંભા તાલુકાનો છે જેમાં એજન્ટોએ 91 ખેડૂતો પાસેથી ખેડૂત દીઠ 600 રૂપિયા ખંખેરવાનું નક્કી કર્યુ હતું.

ખેડૂતોના કેમેરામાં આ એજન્ટ એક ફૉર્મના રૂપિયા 600 ખંખેરતો એજન્ટ ઝડપાયો છે.આ વીડિયો ખાંભા તાલુકાના મોટો બારમણ ગામનો વીડિયો હોવાનું બહાર આવી રહ્યું છે. ખાંભા તાલુકામાં અતિવૃષ્ટીનો સરવે હાથ ધરવા માટે આવેલા એજન્ટોએ આ પ્રકારે ખેડૂતોને લૂંટ્યા હતા. ખેડૂતોને વીમા કંપની દ્વારા મળવામાં આવનારી સહાય તેમના હક્કની છે ત્યારે આ પ્રકારના એજન્ટોના ખેલથી જગતનો તાત મજબૂર થયો છે.

આ પણ વાંચો :  'મહા' વાવાઝોડાએ બદલી દિશા, હવે દીવથી પોરબંદર વચ્ચેનાં દરિયાકાંઠે ટકરાશે

એજન્ટોની રમત : કંપનીએ 10 ટકા જ નુકસાનીનો સરવે કરવાનું કહ્યું હતું

ખેડૂતોએ લાંચિયા એજન્ટોને લાંચ લેતા ઝડપી પાડ્યા હતા.


મોટા બારમણના ખેડૂતોએ એજન્ટોની આ રમતને કેમેરામાં કંડારી લીધી હતી. મોટા બારમણના ખેડૂત રમેશ ભાઈના જણાવ્યા મુજબ એજન્ટોએ ખેડૂતોને ડરાવ્યા હતા કે ' અમને કંપનીએ 10-15 ટકા નુકસાનીનો જ સરવે કરવાનું કહ્યું છે. જો તમારે વધારે સરવે કરાવવો હોય તો પ્રતિ ખેડૂત રૂપિયા 1,000 આપવાના રહેશે.'ખાનગી કંપનીના ઠગો સામે કડક કાર્યવાહી થવી જોઈએ : સંઘાણી

આ મામલે પૂર્વ સહકાર કાયદા મંત્રી દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું કે આ જે વીડિયો સામે આવ્યો છે તે ખાનગી કંપનીના ખાનગી માણસોનો છે. હું સરકારને આજે આ મામલે રજૂઆત કરીશ કે આવા ઠગો સામે કડ઼ક કાર્યવાહી કરે. હું ખેડૂતોને રજૂઆત કરીશ કે ખેડૂતો આવા ઠગોની લાલચમાં ન આવે અને ક્યાંય પણ વાંચ્યા જાણ્યા વગર સહી ન કરે. '


 
First published: November 4, 2019, 12:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading