રાજન ગઢિયા, અમરેલી: ગુજરાતીઓ (Gujarat) તો કેરીની (mango) રાહ જોઇને બેઠા હોય છે કે, ક્યારે બજારમાં કેરી આવે અને ક્યારે ઘરે લઇ આવ્યીએ. પરંતુ આ વખતે કેરી રસિકો માટે માઠા સમાચાર આવ્યાં છે. ગીરના (Gir) આંબામાં જીવાત પડવાના કારણે દરવર્ષે થાય છે તેવો પાક આ વર્ષે નહીં થાય તેવું તો ખેડૂતોએ જણાવ્યું છે. આ સાથે અમરેલીના (Amreli) ધારી, ઝર, મોરઝરના ખેડૂતોના આંબાના (mango farmer) મોર પણ અકાળે ખરી પડવાની ફરિયાદો સામે આવી છે.
કેસર કેરી એટલે માત્ર તાલાળા કે સાસણ જ નહિ, અમરેલીના ધરી અને ખમ્ભા પંથકની કેસર કેરી પણ ખૂબ જ વખણાય છે. ખાસ કરીને ધરીના ઝર, મોરઝર, ધારગણી સહિતના ગામની કેસર કેરી વિષેશ સ્વાદિષ્ટ હોય છે. પરંતુ આ સીઝનમાં આ વિસ્તારની કેસર કેરી કદાચ બહુ ઓછા લોકોને નસીબમાં આવશે. કારણ કે, ગત ચોમાસામાં થયેલા ભારે અને અવિરત વરસાદ તેમજ આંબામાં આવેલા વિચિત્ર રોગના કારણે આંબામાં મોટી માત્રમાં કૂંપળો ફૂટી નીકળી અને જેના કારણે આંબા પાર આવેલ મોર અકાળે ખરી પડ્યો છે.
આંબાના બગીચાઓમાં ઉભી થયેલી આ વિચિત્ર પરિસ્થિતિના કારણે બગીચાના માલિકો તો મુશ્કેલીમાં મુકાયા જ છે. આ સાથે સાથે મુશ્કેલીમાં મુકાયા છે આ બગીચાના ઇજારદારો. કારણ કે, આંબાના બગીચાના માલિકો પોતાનો બગીચો ઇજારદારોને જ આપી દેતા હોય છે. આ ઇજારદારો આંબા પર મોર આવે ત્યારથી જ બગીચો ઇજારા પર રાખીને બગીચાની માવજત શરુ કરી દે છે.
આ વર્ષે પણ આજથી એકાદ મહિના પહેલા મોટાભાગના બગીચાઓ ઇજારદારો એ ઇજારા પર રાખી લીધા હતા. જયારે આ બગીચા ઇજારા પર રાખ્યા ત્યારે આંબા પર મોર પુષ્કળ પ્રમાણમાં હતો પરંતુ ત્યાર બાદ અચાનક આ રોગ આવી જતા ઇજારદારો પણ મોટી મુશ્કેલીમાં મુકાયા છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર