અમરેલી : 'સગીરાઓને પુખ્ત બતાવી નોકરી પર રાખવાના કોંભાંડ મુદ્દે હાઇકોર્ટમાં રજૂઆત


Updated: January 22, 2020, 8:45 PM IST
અમરેલી : 'સગીરાઓને પુખ્ત બતાવી નોકરી પર રાખવાના કોંભાંડ મુદ્દે હાઇકોર્ટમાં રજૂઆત
હાઇકોર્ટની ફાઇલ તસવીર

પીપાવાવમાંથી બાળકીને ભગાડી જવાનાં કેસમાં હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ

  • Share this:
 અમદાવાદ : અમરેલીની TT કોટન કંપનીમાં સગીરાઓ પુખ્ત બતાવી નોકરીમાં રખાતી હોવાનના કૌભાંડ મુદ્દે હાઇકોર્ટમાં રજૂઆત થઈ છે. આ  કંપનીમાં કામ કરતી સગીરા કે જેના આધાર કાર્ડ સાથે ચેડા કરી પુખ્ત વયની બતાની નોકરી પર રાખવામા આવી હતી. તેમાં  ઝારખંડનો આ કંપની માં  નોકરી કરતો યુવક સગીર છોકરીને ભગાડીને લઈ ગયો  હોવાની હાઇકોર્ટમાં અરજદારે રજુઆત કરી છે.

સગીર વય ની બાળકીને લઇ જવાયા છતાં પોલીસે કોઈ એક્સન નથી લીધા હોવાનુ પણ કોર્ટમાં રજુઆત કરાઈ છે. ઉપરાંત કંપનીમાં અનેક સગીર યુવતીઓના આધાર કાર્ડને સ્કેન કરી તેની ઉમર પુખ્ત વય તરીકે દર્શાવતા બોગસ આધાર કાર્ડ પણ બનાવવામા આવ્યા હોવાની કોર્ટમાં રજુઆત થઈ છે. સમગ્ર રીટને ગ્રાહય રાખતા હાઇકોર્ટે અમરેલી ડીએસપી અને પીપાવાવ પોલીસ ને નોટિસ ફટકારી  વધુ સુનાવણી 29 જાન્યુઆરી એ નિયત કરી છે..

અરજદારના વકીલ  રાજેશ ગીડીયા એ જણાવ્યુ હતુ કે  સગીર યુવતીઓને કામે રાખી બોગસ આધારકાર્ડના માધ્યમથી તેમને પુખ્ત દર્શાવી કામે રાખવામા આવતી હતી. અને આવી જ એક સગીર યુવતીનુ ટીટી કોટન કંપનીમાં કામ કરતો ઝારખંડનો યુવક ભગાડી ગયા હોવાની પોલીસે ન સાંભળતા કોર્ટમાં અમે રજુઆત કરી છે..  કોર્ટે નોટીસ ઈસ્યુ કરી છે અને પોલીસ હવે આ કેસમાં પોતાનો જવાબ 29મી જાન્યુઆરે રજુ કરશે.
First published: January 22, 2020, 8:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading