શહીદ SHOના પરિવારને મળ્યા અમિત શાહ, કહ્યું અરશદ ખાન પર દેશને ગર્વ

News18 Gujarati
Updated: June 27, 2019, 5:28 PM IST
શહીદ SHOના પરિવારને મળ્યા અમિત શાહ, કહ્યું અરશદ ખાન પર દેશને ગર્વ
શાહે ખાનના પરિવારજનો સાથે મુલાકાત કરીને ટ્વિટ કર્યું છે કે, શ્રીનગરના અનંતનાગમાં શહીદ એસએચઓ અરશદ ખાનના ઘરે ગયો

શાહે ખાનના પરિવારજનો સાથે મુલાકાત કરીને ટ્વિટ કર્યું છે કે, શ્રીનગરના અનંતનાગમાં શહીદ એસએચઓ અરશદ ખાનના ઘરે ગયો

  • Share this:
ગૃહમંત્રી બન્યા પછી જમ્મુ-કાશ્મીરની પહેલી મુલાકાતે પહોંચેલા અમિત શાહે ગુરુવારે શહીદ એસએચઓ અરશદ ખાનના પરિવાર સાથે મુલાકાત કરી હતી. ખાન 12 જૂને અનંતનાગમાં થયેલા આત્મઘાતી હુમલામાં શહીદ થયા હતા. શાહે કહ્યું હતું કે, અરશદ ખાનની વીરતા અને સાહસ પર સમગ્ર દેશને ગર્વ છે. શાહ બે દિવસની કાશ્મીર મુલાકાતે ગયા છે. તેઓ બુધવારે શ્રીનગર પહોંચ્યા હતા.

શાહે ખાનના પરિવારજનો સાથે મુલાકાત કરીને ટ્વિટ કર્યું છે કે, શ્રીનગરના અનંતનાગમાં શહીદ એસએચઓ અરશદ ખાનના ઘરે ગયો હતો. તેઓ આતંકી હુમલામાં શહીદ થયા હતા. મેં તેમના પરિવાર પ્રતિ સંવેદના જાહેર કરી. દેશની સુરક્ષા માટે તેમના બલિદાને ઘણાંના જીવ બચાવ્યા છે. સમગ્ર દેશને તેમના સાહસ પર ગર્વ છે.શાહની અનંતનાગ મુલાકાત દરમિયાન કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. આતંકી હુમલાની આશંકાને ધ્યાનમાં રાખીને અરશદ ખાનના ઘર તરફ જતા દરેક રસ્તા સીલ કરી દેવામાં આવ્યા હતા.

અહીં ક્લિક કરી વાંચોઃ પરિણીત પ્રેમીઓ ઘર છોડી ભાગ્યા, ગ્રામજનોએ બંનેને ઢોર માર માર્યો

અનંતનાગ આતંકી હુમલામાં 5 જવાન શહીદ થયા હતા. એન્કાઉન્ટરમાં એક આતંકી પણ ઠાર કરાયો હતો. જોકે તેની ઓળખ થઈ શકી નથી. આ આતંકી હુમલાની જવાબદારી સ્થાનીક આતંકી સંગઠન અલ-ઉમરે લીધી હતી.અરશદ ખાન હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને દિલ્હી એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં 16 જૂનના રોજ તેમનું મૃત્યુ થયું હતું. તેમના સિવાય બે એએસઆઈ રમેશ કુમાર, નીરુ શર્મા, કોન્સ્ટેબલ સતિંદર કુમાર, એમકે કુશવા અને મહેશ કુમાર હુમલામાં શહીદ થયા હતા.

14 ફેબ્રુઆરીએ પુલવામામાં થયેલા સીઆરપીએફના કાફલા પર થયેલા હુમલા પછી કાશ્મીરમાં આ પહેલો મોટો આતંકી હુમલો માનવામાં આવે છે. પુલવામા હુમલામાં 40 સીઆરપીએફ જવાન શહીદ થયા હતા.અમિત શાહે ગુરુવારે જમ્મુ-કાશ્મીરની ઓવરઓલ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. આ દરમિયાન અમરનાથ યાત્રાની સુરક્ષા વિશે પણ ચર્ચા થઈ હતી. આ યાત્રા 1 જુલાઈથી શરૂ થઈ રહી છે.બેઠકમાં રાજ્યપાલ સત્યપાલ મલિક, મુખ્ય સચિવ, નોર્ધન આર્મી કમાન્ડર લેફ્ટિનન્ટ રણબીર સિંહ, ડીજીપી દિલબાગ સિંહ અને ઈન્ટેલિજન્સ એજન્સીના ચીફ પણ હાજર હતા.
First published: June 27, 2019, 5:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading