Home /News /gujarat /

કચ્છ: ગાંધીધામમાં 43.72 લાખનો દારૂ ઝડપાયો, બોટલો પર રંગીન નિશાનોએ સર્જ્યો ભેદભરમ

કચ્છ: ગાંધીધામમાં 43.72 લાખનો દારૂ ઝડપાયો, બોટલો પર રંગીન નિશાનોએ સર્જ્યો ભેદભરમ

પૂર્વ કચ્છમાં એક બંધ ગોદામમાંથી રૂ. 43.72 લાખનો વિવિધ કંપનીનો દારૂ પકડાયો હતો જેના પર વિવિધ રંગો વડે નિશાન કરેલું હોતાં હોળી માટે દારૂનો જથ્થો મંગાવ્યા હોવાનો અનુમાન છે.

પૂર્વ કચ્છમાં એક બંધ ગોદામમાંથી રૂ. 43.72 લાખનો વિવિધ કંપનીનો દારૂ પકડાયો હતો જેના પર વિવિધ રંગો વડે નિશાન કરેલું હોતાં હોળી માટે દારૂનો જથ્થો મંગાવ્યા હોવાનો અનુમાન છે.

    કચ્છ : ગુજરાતમાં અવારનવાર દારૂબંધીના (Gujarat Alcohol Prohibition) કાયદાના ધજાગરા ઉડાતાના અહેવાલ બહાર પડતા હોય છે. તેમાં પણ તહેવારો પૂર્વે અનેક જગ્યાઓ પર પોલીસ દ્વારા દારૂ પકડવામાં (Alcohol seizures) આવે છે. તો મંગળવારે કચ્છના ગાંધીધામમાં પૂર્વ કચ્છ એલસીબીની (East Kutch LCB) મોટી કાર્યવાહીથી સ્થાનિક પોલીસમાં દોડધામ થઇ ગઇ હતી. એલસીબીની એક ટીમ શહેરના બી ડિવિઝન પોલીસ (Gandhidham B Division Police) મથકની હદમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન દારૂની હેરાફેરીની ચોક્કસ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.

    ગાંધીધામ શહેરના જીઆઇડીસી વિસ્તારમાં આવેલા પ્લોટ નંબર 17 અને 18માં એક જૂનું ખંડેર ગોડાઉન આવેલ છે. આ ગોડાઉનમાં અન્ય કામ માટે ભાડે મેળવી તેમાં દારૂનો સંગ્રહ કરવામાં આવતો હતો અને બાદમાં જરૂરિયાત મુજબ કટિંગ કરી પોતાના ગ્રાહકોને આપવામાં આવતો હતો આ અંગેની પૂર્વ બાતમી એલસીબીને મળી હતી અને આ ગોડાઉન પર પૂર્વ કચ્છ એલસીબીએ રેડ પાડી હતી.

    આ પણ વાંચો - રાજકોટ: ગોંડલમાં 5.40 લાખની ચોરી કરનારા તસ્કરો ઝડપાયા, ચોરી CCTV મા કેદ

    પશ્ચિમ કચ્છ એલ.સી.બી દ્વારા ગોડાઉનમાં સંતાડેલી રોયલ ચેલેન્જ ક્લાસિક વ્હિસ્કી 750 મિલીલિટરની 900 બોટલ, મેકડોવેલ્સ નંબર વનની 8100 બોટલ, ઓલ સીઝન ગોલ્ડન કલેક્શન રિઝર્વની 1716 બોટલ તથા કિંગફિશર બીયરના 1368 તીન અને સેન્ટ્રલ બિયરના 1296 ટીન એમ કુલ 13,380 બોટલ અને ટીન કુલ 43,72,500ની કિંમતનો શરાબનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. ઉપરાંત બોલેરો ગાડી કિંમત 5 લાખ મળી કુલ 48,72,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

    આ ઉપરાંત આ રેડ દરમિયાન ગોડાઉનમાંથી બોલેરો પીકઅપ ગાડી પણ પૂર્વ કચ્છ એલસીબી દ્વારા કબજે કરી હતી જેમાં અમુક કાગડાઓ પોલીસને હાથે લાગ્યા હતા જેમાં ગોડાઉન પીએસએલ કાર્ગો ઝુંપડામાં રહેતા રાજુ સુરેન્દ્ર પ્રસાદે ભાડે લીધું હોવાનું બહાર આવ્યું હતું. પૂર્વ કચ્છ પોલીસે આ રાજુ તથા બોલેરો વાહનના ચાલકને પકડી પાડવા માટે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

    ઉલ્લેખનીય છે કે, પકડાયેલી દારૂની બોટલો પર અલગ અલગ રંગોથી નિશાન બનાવેલા હતા જે મુદ્દે હજુ તપાસ ચાલુ છે. એક તારણ મુજબ આ મહિનામાં હોળી અને ધુળેટી પર્વ આવવાના હોતાં આ દારૂનો જથ્થો મંગાવવામાં આવ્યું હશે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Kutch, Kutch Police, ગુજરાત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन