આજી ડેમ ચોકડી ઓવરબ્રીજની દીવાલ ધરાશાયી, મૃત્યુ પામેલા બે લોકોને 4-4 લાખની સહાય


Updated: June 9, 2020, 6:07 PM IST
આજી ડેમ ચોકડી ઓવરબ્રીજની દીવાલ ધરાશાયી, મૃત્યુ પામેલા બે લોકોને 4-4 લાખની સહાય
આજી ડેમ ચોકડી ઓવરબ્રીજની દીવાલ ધરાશાયી, મૃત્યુ પામેલા બે લોકોને 4-4 લાખની સહાય

રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર ભાવનગર ચોકડી પાસે NHAI દ્વારા બનાવવામાં આવેલા આ અંડરપાસની રિટેઇનીંગ વોલનો 20 મીટરનો ભાગ તૂટી પડયો હતો. જેના કારણે સર્વિસ રોડ પરથી પસાર થતા બે વ્યકિતના દુઃખદ મૃત્યુ થયા હતા

  • Share this:
રાજકોટ : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટ ગોંડલ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ભાવનગર ચોકડી નજીક અંડરપાસની રિટેઇનીંગ વોલ તૂટવાની સમગ્ર ઘટનાની ગંભીરતાપૂર્વક નોંધ લીધી છે. મુખ્યમંત્રીએ આ બનાવની મેજિસ્ટ્રીયલ તપાસ માટે જિલ્લા કલેકટર રાજકોટને તપાસ સોંપવાના આદેશો કર્યા છે. રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર ભાવનગર ચોકડી પાસે NHAI દ્વારા બનાવવામાં આવેલા આ અંડરપાસની રિટેઇનીંગ વોલનો 20 મીટરનો ભાગ તૂટી પડયો હતો. જેના કારણે સર્વિસ રોડ પરથી પસાર થતા બે વ્યકિતના દુઃખદ મૃત્યુ થયા હતા.

આ પૂલનું કામ વર્ષ 2008માં NHAI દ્વારા કરવામાં આવેલું છે. NHAIએ પણ આ રિટેઇનીંગ વોલ- ઘટનાની ઇજનેરી તપાસ માટે SVNIT સુરતને બોલાવવાનો નિર્ણય કર્યો છે. તો સાથે જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટમાં આજી ડેમ ચોકડી ઓવરબ્રીજની દિવાલ ધરાશાયી થવાની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા બે નિર્દોષ નાગરિકો પ્રત્યે સંવેદના પ્રગટ કરી છે. મુખ્યમંત્રીએ આ બે મૃતક વ્યકિતઓના પરિવારજનોની વિપદામાં પડખે ઊભા રહેતાં બે મૃતક વ્યકિતઓના પરિવારને રૂ. 4-4 લાખની સહાય મુખ્યમંત્રી રાહતનિધિમાંથી આપવાની જાહેરાત કરી છે.

આ પણ વાંચો - ધોરણ 10નું પરિણામ : ગેરેજ ચલાવનારની દીકરીને બેંક ઓફિસર બનવાની ઈચ્છા

મુખ્યમંત્રીએ ગઇકાલે સોમવારે થયેલી આ દુર્ઘટનાની મેજીસ્ટ્રીયલ તપાસના આદેશો પણ રાજકોટ જિલ્લા કલેકટરને તત્કાલ આપેલા છે.
વિજય રૂપાણીએ આ દુર્ઘટનામાં જાન ગુમાવનારા સ્વ.ભુપતભાઇ મીયાત્રા અને સ્વ.વિજયભાઇ વિરડા એમ બે મૃતકોના પરિવાર ને રૂ.4-4 લાખ મળી કુલ 8 લાખની સહાય મુખ્યમંત્રી રાહતનિધિમાંથી ચૂકવવાની સૂચના પણ જિલ્લા કલેકટરને આપી છે.
First published: June 9, 2020, 5:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading