Home /News /gujarat /

VIDEO : અજય દેવગણની ફિલ્મના શુટિંગમાં 1971 યુદ્ધના દિલધડક દૃશ્યો

VIDEO : અજય દેવગણની ફિલ્મના શુટિંગમાં 1971 યુદ્ધના દિલધડક દૃશ્યો

ફિલ્મના શુટિંગમાં પ્લેનમાં બ્લાસ્ટ અને યુદ્ધના દૃશ્યોએ લોકોમાં કુતુહૂલતા જગાવી હતી.

અજય દેવગણ ઇન્ડિયન એરફોર્સના સ્ક્વોડ્રન લિડર વિજય કાર્ણીકનો રોલ કરી રહ્યાં છે જે 1971ના પાકિસ્તાન યુદ્ધ વખતે ભૂજ એરબેઝના વડા હતા.

    ન્યૂઝ 18 ગુજરાતી : કચ્છમાં અજય દેવગણ અને સોનાક્ષી સિન્હા છેલ્લા 12 દિવસથી ફિલ્મ ' ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા'નું શુટિંગ કરી રહ્યાં છે. આ ફિલ્મ 1971માં પાકિસ્તાન સાથે કચ્છ બોર્ડરથી ખેલાયેલા યુદ્ધ આધારિત હોવાના અહેવાલો છે. તાજેતરમાંજ ફિલ્મમાં યુદ્ધના દિલધડક દૃશ્યો ફિલ્માવાયેલા છે. ફિલ્મના શુટિંગનો વીડિયો વાયરલ થતા લોકોમાં કુતુહૂલતા જોવા મળી રહી છે.

    ફિલ્મના શુટિંગમાં પ્લેનમાં ધડાકાના દૃશ્યો હકીકતમાં ફિલ્માવાયા છે. જેમાં પ્લેનના સેટને બોંમ્બથી ઉડાડવામાં આવ્યો છે. આ ઉપરાંત યુદ્ધની કહાણી મુજબ કેટલાક દૃશ્યોમાં પણ આગ અને મિસાઇલના દૃશ્યો ફિલ્માવાયા છે. આ ફિલ્મનું શુટિંગ માંડવીના કાઠડામાં થઈ રહ્યું છે.

    આ પણ વાંચો :   મનીષ તિવારીએ કહ્યું- પંડિત નહેરુના કારણે કાશ્મીર અને જૂનાગઢ મળ્યા

    આ ફિલ્મમાં અજય દેવગણ, સોનાક્ષી સિન્હા અને સંજય દત્ત અભિયન કરી રહ્યાં છે. થોડા દિવસો પહેલાં જ હૈદરાબાદમાં આવેલી ફિલ્મ સિટીમાં ફિલ્મનું શુટિંગ શરૂ થયું હતું. અહેવાલો મુજબ ફિલ્મમાં અજય દેવગણ ઇન્ડિયન એરફોર્સના સ્ક્વોડ્રન લિડર વિજય કાર્ણીકનો રોલ કરી રહ્યાં છે, જ્યારે સંજય દત્ત એરફોર્સને મદદ કરી રહેલા કચ્છના સ્થાનિકનો રોલ કરી રહ્યાં છે. પ્રાપ્ત અહેવાલો મુજબ આ ફિલ્મ વર્ષ 2020માં 14મી ઑગસ્ટે રિલીઝ થાય તેવી સંભાવના છે.

    સ્કવોડ્રન લિડર વિજય કાર્ણીક 1971ના યુદ્ધમાં ભૂજ એરબેઝના ઇનચાર્જ હતા અને તેમણે ભારતને યુદ્ધમાં જીત અપાવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. એરફોર્સના 50 અને ડિફેન્સના 60 જવાનોની મદદથી તેમણે પાકિસ્તાનના ભારે બોંબમારાનો સામનો કરીને પણ ભૂજ એરબેઝને કાર્યવંત રાખ્યું હતું. ફિલ્મનું ડાયરેક્શન અભિષેક દુધીયા કરી રહ્યાં છે. ફિલ્મનું નામ 'ભુજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા' પણ હોઈ શકે છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Kutchh, અજય દેવગન, ફિલ્મ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन