ભાવનગર પાસે અમદાવાદના પરિવારની કાર નદીમાં તણાઇ, ત્રણ લાપતા

ગુમ થયેલા ત્રણ સભ્યોમાં વૃદ્ધ મહિલા અને બાળકોનો સમાવેશ થાય છે, આ તમામની હાલ શોધખોળ ચાલી રહી છે.

ગુમ થયેલા ત્રણ સભ્યોમાં વૃદ્ધ મહિલા અને બાળકોનો સમાવેશ થાય છે, આ તમામની હાલ શોધખોળ ચાલી રહી છે.

 • Share this:
  ચિરાગ ત્રિવેદી, ભાવનગરઃ ભાવનગર પાસે આવેલી આખલોલ નદીમાં કાર તણાતા ત્રણ લોકો ડૂબ્યા છે, જ્યારે ત્રણ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ડૂબેલા લોકોમાં વૃદ્ધ મહિલા તથા બાળકોનો સમાવેશ થાય છે. છેલ્લા બે દિવસથી ઉપરવાસમાં વરસાદને કારણે આખલોલ નદીમાં પાણીની પુષ્કળ આવક થઇ રહી છે.

  પ્રાપ્ત વિગત પ્રમાણે ભાવનગર પાસે આવેલી આખલોલ નદીમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઇ હતી.આ દરમિયાન અહીં નદી પર પૂલનું કામ ચાલુ હતું જેમાં ડાઇવર્જન તૂટી જતા અહીંથી પસાર થતા અમદાવાદના એક પરિવારની ઇકો કાર નદીમાં તણાઇ ગઇ હતી. ઇકો કારમાં કુલ 6 લોકો સવાર હતા, જેમાંથી સ્થાનિક લોકોની મદદથી ત્રણ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે અન્ય ત્રણ લોકોની ગુમ થઇ ગયા હતા.

  અહીં ક્લિક કરી વાંચોઃ આ પૂર્વ ધારાસભ્ય રહે છે કાચા ઘરમાં, ખાવાના પણ છે ફાફા, કરે છે ખેતી

  ગુમ થયેલા ત્રણ સભ્યોમાં વૃદ્ધ મહિલા અને બાળકોનો સમાવેશ થાય છે, આ તમામની હાલ શોધખોળ ચાલી રહી છે. જ્યારે ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
  Published by:Sanjay Vaghela
  First published: