ચોટીલા : વરસાદ બાદ તરણેતરના ઝરિયા મહાદેવ મંદિર પરથી ધોધ વહ્યો

News18 Gujarati
Updated: July 22, 2019, 3:04 PM IST
ચોટીલા : વરસાદ બાદ તરણેતરના ઝરિયા મહાદેવ મંદિર પરથી ધોધ વહ્યો
ઝરિયા મહાદેવ મંદિરની ફાઇલ તસવીર

તરણેતર વિસ્તાર ના વીડ જંગલ માં આવેલા ઝરિયા મહાદેવ મંદિર ઉપર થી પાણી ના ઘોઘ વહ્યાં

  • Share this:
રાજુદાન ગઢવી, સુરેન્દ્રનગર : સૌરાષ્ટ્ર પંથકમાં વરસેલા વરસાદના કારણે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. ખાસ કરીને વરસાદના પગલે અનેક સ્થળોએ રમણીય નજારા જોવા મળી રહ્યાં છે. દરમિયાન ચોટીલા પંથકમાં વરસેલા વરસાદના લીધે પંથકના સુપ્રસિદ્ધ ઝરિયા મહાદેવના મંદિર પરથી ધોધ વહ્યો હતો.

ઝરિયા મહાદેવનું મંદિર તરણેતર વિસ્તારના વીડના જંગલમાં આવેલું છે. આ વિસ્તારમાં આવેલા ખડકો પરથી વરસાદનું ખળખળ વહેતું પાણી એટલું તીવ્ર હતું કે મંદિરની પાસે આવેલા પગથિયા પરથી ધોધ વહેવા લાગ્યો હતો.

આ પણ વાંચો :  સુરતમાં જૈન યુવતીએ દિક્ષા લેતા પહેલાં કરી સચિનની 'ફેરારીમાં સવારી'

માંડવના વિડી વિસ્તારમાં ખુબજ સારાં પ્રમાણ માં વરસાદ વરસતા પાંચાળ ભુમિના પ્રસિદ્ધ ઝરીયા મહાદેવની ગુફા ઉપર થી પાણી નો ધોધ વહેતા થયાં હતાં અને લોકો માં આનંદ લાગણી ફેલાયેલ હતી. આવો દુર્લભ નજારો વર્ષો બાદ જોવા મળ્યો હોવાથી લોકો દૂર દૂરથી દર્શન કરવા માટે ઉમટી પડ્યાં હતા.

આ મંદિર ગૂફામાં આવેલું હોવાથી અહીંયા નિરંતર પાણી ઝરે છે, તેથી તેનું ઝરિયા મહાદેવ પડ્યું હોવાની કિવદંતીઓ છે.


 આ મંદિરની વિશેષતા એ છે કે અહીંયા ગુફામાં મંદિર હોવાથી શિવલિંગ પર અવિરત પાણી ટપકે છે. સતત ઝરતા પાણીના કારણે આ મંદિરનું નામ ઝરિયા મહાદેવ પડ્યું હોવાની પણ વાયકા છે. કિવદંતીઓ મુજબ આ મંદિર ખૂબ જ પ્રાચીન છે અને સમગ્ર ઝાલાવાડ પંથકમાં તેનું અનેરૂ મહત્ત્વ છે.

 
First published: July 22, 2019, 2:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading