'મહા'નું સંકટ ટળ્યા બાદ સોમનાથમાં ફરીથી કાર્તિકી પૂનમનો મેળો યોજાશે

News18 Gujarati
Updated: November 8, 2019, 1:54 PM IST
'મહા'નું સંકટ ટળ્યા બાદ સોમનાથમાં ફરીથી કાર્તિકી પૂનમનો મેળો યોજાશે
સોમનાથ ટ્રસ્ટની મોટી જાહેરાત, રદ થયેલો કાર્તિકી પૂનમનો મેળો 11-165 નવેમ્બરે યોજાશે

સોમનાથ ટ્રસ્ટની મોટી જાહેરાત, રદ થયેલો કાર્તિકી પૂનમનો મેળો 11-165 નવેમ્બરે યોજાશે

  • Share this:
દિનેશ સોલંકી, ગીર સોમનાથ : 'મહા' વાવાઝોડાના (cyclone maha) સંકટના કારણે રદ કરાયેલો સોમનાથનો (somnath) કાર્તિકી પૂનમનો (Kartiki Poonam) મેળો વાવાઝોડાનું સંકટ ટળતા ફરીથી યોજાવાની જાહેરાત કરાઈ છે. સોમનાથ ટ્રસ્ટના (somnath Trust) નેજા હેઠળ યોજાતો આ મેળો આ વર્ષ 8 નવેમ્બરથી યોજાવાનો હતો. અગાઉ રાજ્યના દરિયાકાંઠે તોળાઈ રહેલા વાવાઝોડાના સંકટના કારણે સોમનાથ ટ્રસ્ટે મેળો રદ કર્યો હતો. આજે સોમનાથ ટ્રસ્ટે જાહેરાત કરતા જણાવ્યું હતું કે આ મેળો આગામી 11-15મી નવેમ્બર યોજાયશે.

1955માં સોમનાથ ટ્રસ્ટનાં અધ્યક્ષ મોરારજીભાઇ દેસાઇએ આ મેળાનો પ્રારંભ કરાવ્યો હતો. પહેલા આ મેળો 3 દિવસ માટે થતો હતો જે હવે છેલ્લા 10 વર્ષથી પાંચ દિવસ માટે યોજવામાં આવે છે.

આ પણ વાંચો : 8 લાખ રૂ.ની લાંચના કેસમાં ફરાર જેતપુરના Dy.Sp ભરવાડ ACBમાં હાજર થયા

આ મેળા પાછળ એવી માન્યતા છે કે, કૈલાસ મહામેરૂપ્રસાદના નામે ઓળખાતા આ ભવ્ય દેવાલયનાં શિખરની ઉપર કાર્તિક પૂર્ણિમાની રાત્રીએ ચન્દ્ર વિશેષ રીતે પ્રકાશે છે. આ ખગોળશાસ્ત્રીય વિશેષતા છે કે, પૂનમની રાત્રીએ બાર વાગ્યે શિવની જ્યારે મહાપૂજા થાય છે ત્યારે ચન્દ્રમા એવી વિશેષ રીતે મંદિરના શિખરની ઉપર ગોઠવાઈ જાય છે કે જાણે ભગવાન શિવે ચંન્દ્રમાને મસ્તક ઉપર ધારણ કર્યો હોય. ઈતિહાસ ગાથા એ પણ કહે છે.

સોમનાથ જેવા પ્રાચીન શિવાલયમાં કુમારપાળે વિક્રમ સવંત 1225માં સોમનાથનો જીર્ણોદ્ધાર કરીને નવી પ્રાણપ્રતિષ્ઠા કાર્તિક પૂર્ણિમાએ કરેલી. આ પહેલાં ભીમદેવ પહેલાએ સવંત 1086માં સોમનાથ મહાદેવને પુજીને કાર્તિક પૂનમે ગ્રામદાન કર્યુ હતું.
First published: November 8, 2019
વધુ વાંચો
अगली ख़बर