Home /News /gujarat /

કચ્છ: દર્દીને રૂ. બે હજારની કિંમતની દવા બહારથી ખરીદવાનું કહેવાતા હોસ્પિટલ ફરી વિવાદમાં

કચ્છ: દર્દીને રૂ. બે હજારની કિંમતની દવા બહારથી ખરીદવાનું કહેવાતા હોસ્પિટલ ફરી વિવાદમાં

જી.કે.

જી.કે. જનરલ હોસ્પિટલ

Kutch news: ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં બીપીએલ કાર્ડ ધારક દર્દીને હોસ્પિટલ બહારથી રૂ. બે હજારની કિંમતની દવા લેવાનું કહેવાતા ફરી વિવાદ સર્જાયો છે.

  કચ્છની (kutch) સૌથી મોટી સરકારી હોસ્પિટલ એવી ભુજની અદાણી સંચાલિત જી. કે. જનરલ હોસ્પિટલ (G. K Hospital) વખતો વખત વિવાદમાં સપડાઈ છે. શનિવારે હોસ્પિટલ દ્વારા દર્દીને હોસ્પિટલ બહારથી દવા ખરીદવાનું કહેતા વિવાદ સર્જાયો હતો.

  ભુજની સૌથી મોટું સરકારી હોસ્પિટલ સંચાલન માટે અદાણીને અપાઈ ત્યારથી અનેક વખત નાના મોટા વિવાદમાં સપડાઈ છે. શુક્રવારે ધોરડો જતા યુવકનું માર્ગમાં અકસ્માત થતા ભુજની જી. કે. જનરલ હોપસિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

  દર્દીના પરિવારજનોએ જણાવ્યું હતું કે, રાત્રે 3 વાગ્યે હોસ્પિટલ દ્વારા દુખાવાની દવા લેવા દર્દીના પરિવારજનોને હોસ્પિટલ બહારથી લેવાનું કહ્યું હતું અને રાત્રીના સમયે શહેરમાં તમામ મેડિકલ સ્ટોર બંધ હોતાં મુશ્કેલી પડી હતી.

  જોકે, બીજા દિવસે હોસ્પિટલ દ્વારા દર્દી માટે રૂ. બે હજારની કિંમતની દવા પણ હોસ્પિટલ બહારથી ખરીદવાનું કહેવાતા વિવાદ ઉપાડ્યું હતું. બીપીએલ કાર્ડ ધારકોને મફત સારવાર આપવાના નિયમ વિરુદ્ધ હોસ્પિટલ દ્વારા મોંઘી દવા હોસ્પિટલ બહારથી ખરીદવાનું કહેવાતા વિવાદ સર્જાયો હતો.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: કચ્છ, ગુજરાત

  આગામી સમાચાર