રાજકોટ : રાજકોટ મહિલા પોલીસ દ્વારા 14 વર્ષીય સગીરા સાથે અડપલા કરનાર અને તેને હેરાન પરેશાન કરનાર તેમજ તેના માતા-પિતાને ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપનાર આરોપી મહેશ વાજાની ધરપકડ કરવામાં આવી છે. તાલુકા પોલીસ મથકમાં આઈપીસીની કલમ 354 (અ), 354(ડી), 323, 504, 506(2), તથા જાતીય ગુનાઓ સામે રક્ષણ આપતા અધિનિયમ 2012ની કલમ 8, 12 મુજબ મહિલા પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
સમગ્ર મામલે ફરિયાદ કરતા પોલીસને જણાવવામાં આવ્યું હતું કે, છ મહિના પહેલા સગીરા લિફ્ટ મારફતે પોતાના ફ્લેટમાં જતી હતી. ત્યારે મહેશે મને ચિઠ્ઠી આપી ને પૂછ્યું હતું કે ફ્રેન્ડશિપ કરવી છે. મેં તેની સામે જ ચિઠ્ઠી ફાડીને તેને ના પાડી હતી. ત્યારબાદ સાંજે હું સ્કૂલેથી ઘરે આવી હતી. શાક લેવા માટે મારા મમ્મી નીચે ગયા હતા ત્યારે મહેશનો ફરી એક વખત મને કોલ આવ્યો હતો અને જેમાં તેણે મને ફરી એક વખત ફ્રેન્ડશિપ નું પૂછ્યું હતું. ત્યારે પણ મેં તેને ના પાડી દેતાં તેને મારા માતા-પિતા અને ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેના કારણે સગીરા ડરી ગઈ હતી. જેથી તે તેની માતાને સ્કૂલે લેવા અને મુકવા આવવાનો આગ્રહ કરતી હતી.
મહેશના ત્રાસના કારણે સગીરા પંદર દિવસ સુધી સ્કૂલે પણ ગઈ ન હતી. જ્યારે તે લિફ્ટમાં એકલી જોતો ત્યારે તે સગીરા સાથે શારીરિક અડપલા કરતો હતો. એક દિવસ તેના જીમમાં ગયા હતા ત્યારે મહેશ ઘરે આવી પહોંચ્યો હતો. ત્યારે એકલી જોઈને ફરી વખત તેને સગીરાને ફ્રેન્ડશિપ કરવાનું પૂછ્યું હતું અને ત્યારબાદ તેણે શારીરિક અડપલાં પણ કર્યા હતા.
સમગ્ર મામલે મહેશની માતાને ફરિયાદ કરવાની વાત કરતા મહેશે મારી તેમજ મારા માતા પિતાની માફી માંગી લીધી હતી. તેમજ ફરી વખત ક્યારેય મને હેરાન પરેશાન નહીં કરે તેની ખાતરી પણ આપી હતી. પરંતુ ત્રણ મહિના બાદ ફરી વખત મહેશ અમારા એપાર્ટમેન્ટની બહાર બેસવા માંડ્યો હતો. કોરોનાના કારણે મારે ઓનલાઇન અભ્યાસ ચાલુ હોય ત્યારે તે મને મેસેજ કરી હેરાન-પરેશાન કરતો. તેમજ મારા નવ વર્ષના ભાઈને તે રસ્તા વચ્ચે અટકાવીને કહેતો કે તારી બહેન ને મારા ઘરે મોકલી દે જે.
ઓફલાઈન સ્કૂલ શરૂ થતા ફરી વખત મહેશે પહેલાની જ માફક સગીરાને હેરાન પરેશાન કરવાનું શરૂ કરતાં આખરે તેના માતા પિતાએ પોલીસ ફરિયાદ કરવાની ફરજ પડી હતી.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર