Home /News /gujarat /રાજકોટ : મોંઘીદાટ કાર કૂવામાં ખાબકી, પીઠવા પરિવારે ગુમાવ્યો દીકરો, બે યુવાનોનો આબાદ બચાવ

રાજકોટ : મોંઘીદાટ કાર કૂવામાં ખાબકી, પીઠવા પરિવારે ગુમાવ્યો દીકરો, બે યુવાનોનો આબાદ બચાવ

મવડી રોડ પાસે એક લક્ઝરી કાર કૂવામાં ખાબકી

Accident in Rajkot - ક્રેન દ્વારા લક્ઝરી કારને કૂવામાંથી બહાર કાઢવામાં આવી

રાજકોટ : રાજકોટ (Rajkot)સહિત સમગ્ર રાજ્યભરમાં આપણે અનેક જગ્યાએ ઝડપની મજા મોતની સજા લખેલા સૂત્રો અવારનવાર વાંચતા હોઈએ છીએ. તેમ છતાં આપણે રાજમાર્ગો પર અકસ્માતની (Accident)હારમાળા સર્જતા અનેક કિસ્સાઓ જોતા હોઈએ છીએ. ત્યારે રાજકોટ શહેરમાં (Accident in Rajkot)રવિવારના રોજ મવડી વિસ્તારમાં અકસ્માતનો બનાવ સામે આવ્યો હતો. અકસ્માતના બનાવમાં કારમાં સવાર ત્રણ વ્યક્તિઓ પૈકી એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બે વ્યક્તિનો આબાદ બચાવ થવા પામ્યો છે. ઘટનાની જાણ થતા તાત્કાલિક અસરથી ફાયરબ્રિગેડનો (Fire brigade)સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ત્યારબાદ કારને ક્રેન દ્વારા કૂવામાંથી બહાર કાઢવા સહિતની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર રવિવારના રોજ મવડી રોડ પાસે એક લક્ઝરી કાર કૂવામાં ખાબકી હોવાની ઘટના સામે આવી હતી. સમગ્ર ઘટનામાં અજય પીઠવા નામના વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે કે કારમાં સવાર રહેલા અન્ય બે યુવાનો હિરેન સિધ્ધપુરા તેમજ વિરલ સિધ્ધપુરાનો બચાવ થવા પામ્યો હતો.

આ પણ વાંચો - Rain in Gujarat: ફરી આવશે વાતાવરણમાં પલટો, જાણો કયા-કયા જિલ્લાઓમાં થશે ભારેથી અતિભારે વરસાદ

સમગ્ર મામલાની જાણ ફાયરબ્રિગેડને થતા ફાયરબ્રિગેડનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. ત્યારબાદ ક્રેન દ્વારા કૂવામાંથી કારને બહાર કાઢવામાં આવી હતી. અકસ્માતનો બનાવ સામે આવતા આસપાસના રહીશો એકઠા થઇ ગયા હતા તેમજ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો.

આ પણ વાંચો - અમદાવાદ : મનપસંદ સીમ કાર્ડ માટે 17 હજાર રૂપિયા ચૂકવ્યા, કાર્ડના મળતા યુવક ઉશ્કેરાયો અને...
" isDesktop="true" id="1155930" >

ઉલ્લેખનીય છે કે થોડા સમય પૂર્વે મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં આ જ પ્રકારનો એક બનાવ સામે આવ્યો હતો. જેમાં ઇકો કાર કૂવામાં ખાબકી હતી. જે બનાવમાં એક જ પરિવારના બે મહિલા તેમજ બે બાળકો કુલ મળીને ચાર વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નિપજયા હતા. ત્યારે રાજકોટમાં રવિવારના રોજ જે અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. તેમાં પીઠવા પરિવારે પોતાના વ્હાલસોયા સ્વજનને ખોવાનો વારો આવ્યો છે.

ખેડા: 30 વર્ષિય યુવકનું Hit & Runમાં મોત

ઠાસરાના સૈયાંત ગામે નોકરીએથી પરત ફરતાં આશાસ્પદ યુવકના મોટરસાયકલને કોઈ અજાણ્યા વાહને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઈક ચાલક યુવકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મૃત્યુ નિપજ્યું હતું. બાઇક ચાલકનું નામ અનીલ સિંહ છે જેની ઉંમર માત્ર 30 વર્ષ છે. અકસ્માતના પગલે વિધવા માતાએ પોતાના દીકરાનો સથવારો ગુમાવ્યો છે. તો બે બહેનોએ પોતાનો ભાઈ, ઠાસરા પોલીસે આ અંગે હિટ એન્ડ રનનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી દીધી છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Accident News, અકસ્માત, રાજકોટ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन