મોરબી : ટિબડીના પાટિયા નજીક કાર અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત, પાંચ વ્યક્તિના મોતથી અરેરાટી

અકસ્માતને પગલે ટિબડી રોડ રક્તરંજીત બન્યો

Morbi Accident- કારના સાવ ભુક્કા બોલાઇ ગયા, દબાઈ જવાથી પાંચ લોકોના કમકમાટીભર્યા મોત

  • Share this:
    અતુલ જોશી. મોરબી : મોરબી (Morbi)ઉદ્યોગના હરણફાળ વિકાસની સાથે સાથે અકસ્માત ઝોન (Accident zone)બની ગયું છે. અનેક લોકો મોતને ભેટી રહ્યા છે. જેમાં મોડી બુધવારે સાંજે મોરબી તાલુકાના ટિબડીના પાટિયા નજીક કાર અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત (Morbi Accident)સર્જાયો હતો. આ અકસ્માતમાં પાંચ વ્યક્તિના મોત નિપજતા (Five people died in accident)મોરબી પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. અકસ્માતને પગલે ટિબડી રોડ રક્તરંજીત બન્યો છે. આ બનાવને પગલે મોરબી એસપી સુબોધ ઓડેદરા, ડીવાયએસપી રાધિકા ભારાઈ, મોરબી તાલુકા પીઆઇ એમ આર ગોઢાણીયા સહિતનો પોલીસ કાફલો તાબડતોડ ઘટના સ્થળે દોડી ગયો છે.

    આ ગોઝારા બનાવની જાણવા મળતી વિગત અનુસાર મોરબી ટિબડીના પાટિયા નજીક સ્વીફ્ટ કાર GJ 36 F 1059 નો ચાલક બાઈક ચાલકને બચાવવા જતા સ્વીફ્ટ કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં પાંચ લોકોના દબાઈ જવાથી કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. કારમાં સવાર આનંદ શેખાવાત (ઉ.વ 26), તારાચંદ (ઉ.વ.30), બિરજુભાઈ (ઉ.વ.22) પવન મિસ્ત્રી(ઉ.વ. 28) સહિત પાંચના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે.

    આ ઘટનાની જાણ થતાં મોરબી એસપી એસ આર ઓડેદરા, ડીવાયએસપી રાધિકા ભારાઈ, પીઆઇ એમ આર ગોઢાણીયા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. મૃતદેહને પીએમ અર્થે ખસેડી રોડ પરનો ટ્રાફિક હળવો કરવા કામગીરી હાથ ધરાઈ હતી.

    આ પણ વાંચો - વલસાડ : ધડોઇ ડેમ નજીક નદીમાં પ્રેમી યુગલ ફસાયું, પથ્થર પર એકાંતની પળો માણી રહ્યા હતા

    સ્વીફ્ટ કાર GJ 36 F 1059 નો ચાલક બાઈક ચાલકને બચાવવા જતા સ્વીફ્ટ કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો


    પોરબંદરમાં અકસ્માતમાં ચાર લોકોનો મોત થયા હતા

    થોડા દિવસો પહેલા પોરબંદરથી એક કરૂણ અકસ્માત (Porbandar Accident)ની ઘટના સામે આવી છે. જેમાં ચાર યુવાનોના મોત થયા હતા. પોરબંદર સોમનાથ હાઈવે પર વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ડિવાઈડર સાથે ટકરાઇ પલટી મારી ગઈ હતી. આ દુર્ઘટનામાં એક જ પરિવારના ચાર યુવાનોના મોતથી પરિવારના માથે આભ ફાટી પડ્યું હતું. ખજૂરીયા ગામ (Khajuriya Village)માં શોકનો માહોલ છવાઈ ગયો છે.

    પોરબંદર સોમનાથ હાઈવે પર નરવાઈ મંદિર અને ચીકાસા વચ્ચે વહેલી સવારે પાંચ યુવાનો કાર લઈ જઈ રહ્યા હતા તે સમયે કાર ચાલકે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે ટકરાઈ પલટી મારી ગઈ હતી. કારમાં પાંચ યુવાનો સવાર હતા, જેમાંથી ત્રણ લોકોના સ્થળ પર જ મોત થયા હતા, જ્યારે એક યુવાનની હાલત ગંભીર હોવાથી તેને જામનગર સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું પણ સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. જ્યારે એક યુવાનને નાની ઈજા પહોંચી છે, પરંતુ તેનો જીવ બચી ગયો છે.
    Published by:Ashish Goyal
    First published: