ભુજ તાલુકાના ધાણેટી ગામે આધેડની શંકાસ્પદ લાશ મળતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
મૃતકના દીકરી લચ્છુબેન હમીર જુસબ કોલી એ આપેલ ફરિયાદ મુજબ આરોપીઓ અરવિંદ પાયા કોલી તથા રાધાબેન અરવિંદ કોલી દ્વારા તેમના પિતા લાખાભાઈને માર મારી લાકડાનો ધોકા વડે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડી તેમનું મૃત્યુ નિપજાવ્યું હતું.
ભુજ (Bhuj) તાલુકાના ધાણેટી ગામે આધેડની શંકાસ્પદ લાશ (Dead Body) મળી આવતા ચકચાર મચી ગઇ છે. જુની ધાણેટી ગામે પડતર જમીનમાં બાવળની ઝાડીઓમાં લાખાભાઈ હીરાભાઈ કોળીની લાશ મળી આવતા પોલીસ દ્રારા લાશને (Dead Body) પીએમ માટે ખસેડાઈ હતી. પોલીસ તપાસમાં મરણજનારે નાની બાળકીને શારીરિક અડપલા કર્યાની આંશકાએ દંપતિએ ધોકાથી માર મારી હત્યા (Murder) કરી હોવાનુ સામે આવ્યુ છે. પોલીસે શંકાના આધારે 4 લોકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ભુજ તાલુકાના ધાણેટી ગામે આધેડની શંકાસ્પદ લાશ મળતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં આ બનાવ હત્યાનો હોવાનો સામે આવતા આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે કેસમાં આરોપી દંપત્તિની ધરપકડ કરાઈ છે. જુની ધાણેટી ગામે પ્રતાપનગર કોલીવાસની પાછળ પડતર જમીનમાં બાવળની ઝાડીઓમાં લાખાભાઈ હીરાભાઈ કોલીની લાશ મળી આવતા પોલીસ દ્વારા તેમનો કબજો લઈ લાશને પીએમ માટે મોકલી હતી.
મૃતક વૃદ્ધના શરીરે ઘાના નિશાન હોવાથી પોલીસે શંકાના આધારે મૃતકના વિશેરા જામનગર ખાતે મોકલ્યા હતા. દરમિયાન તપાસનીશ પીએસઆઈ વી.બી.ઝાલાએ પોતાના બાતમીદારો અને બનાવની વિગતો અંગે બારીકાઈથી તપાસ કરતા ગામના ભાવેશ નામના યુવાને આ ઝઘડાનું રેકોર્ડિંગ કર્યું હોવાનું સામે આવ્યું હતું. જેના આધારે તપાસ કરતા આ મામલો હત્યાનો હોવાનું ખુલ્યું હતું. મૃતકના દીકરી લચ્છુબેન હમીર જુસબ કોલી એ આપેલ ફરિયાદ મુજબ આરોપીઓ અરવિંદ પાયા કોલી તથા રાધાબેન અરવિંદ કોલી દ્વારા તેમના પિતા લાખાભાઈને માર મારી લાકડાનો ધોકા વડે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડી તેમનું મૃત્યુ નિપજાવ્યું હતું. જેથી પધ્ધર પોલીસ મથકના પીએસઆઈ ઝાલા અને તેમની ટીમે આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
આરોપી પતિ-પત્નીની પુછતાછમાં તેમણે જણાવ્યું હતું કે, તેઓની પાંચ વર્ષની પુત્રી રમતી હતી ત્યારે મૃતક તેના શરીરે અડપલા કરતો હોવાથી આરોપીઓએ ઉસ્કેરાઈને બોલાચાલી કરી ધોકાવડે માર મારતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ દરમિયાન મૃતકને માર મારતા હોવાની જાણ તેની પુત્રી ફરિયાદી લચ્છુબેનને કરવામાં આવતા તેમણે બૂમરાડ કરી હતી કે, મારા પિતા બિમાર છે. તેમને મારો નહીં, પરંતુ તેમની આ ચીસ સંભળાયે તે પહેલાં જ આધેડ લાખાભાઈનું મૃત્યુ નિપજ્યું હતું.
ભુજ ડીવાયએસપી જે એમ પંચાલે મીડિયાને વિગતો આપતા જણાવ્યું હતું કે, આ કેસમાં આરોપી દંપતીની પૂછપરછમાં અન્ય બે આરોપીઓના પણ નામ ખુલતા અન્ય બે આરોપીઓને ઝડપી લેવાયા છે. અત્યાર સુધીમાં આ હત્યા કેસમાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ ચલાવાઈ રહી છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર