ગોંડલ : પટેલ પરિવારના 1 વર્ષથી 88 વર્ષ સુધીના 8 સભ્યોએ કોરોનાને હરાવ્યો

ગોંડલ : પટેલ પરિવારના 1 વર્ષથી 88 વર્ષ સુધીના 8 સભ્યોએ કોરોનાને હરાવ્યો
ગોંડલ : પટેલ પરિવારના 1 વર્ષથી 88 વર્ષ સુધીના 8 સભ્યોએ કોરોનાને હરાવ્યો

45 વર્ષથી ઉપરના ત્રણેય વડીલોએ વેક્સીન લઇ લીધી હતી જેથ કોરોનાને હરાવી શક્યા

  • Share this:
રાજકોટ : સમગ્ર ભારત દેશમાં હાહાકાર મચાવતા કોરોનાની બીજી લહેરમાં અનેક લોકો ઝપટે ચડ્યા છે. કોરોનાની બીજી લહેરમાં ઘણા લોકોને કોરોના થયા બાદ પરિવારના અન્ય સભ્યો પણ ઝપટે ચડી જાય છે ત્યારે ગોંડલના એક પટેલ પરિવારના 9 સભ્યો માંથી 8 લોકોને કોરોના થયો હતો. જેમાં 1 વર્ષના બાળકથી લઇ 88 વર્ષના વૃદ્ધા સુધી લોકો તમામ સભ્યો સંક્રમિત થયા હતા. પરંતુ 45 વર્ષથી ઉપરના ત્રણેય વડીલોએ વેક્સીન લઇ લીધી હતી જેથી તમામે કોરોનાને હરાવતા ખુશીની લહેર ફેલાઈ હતી.

ગોંડલના રહેવાસી કુલદીપભાઈ વ્રજલાલ વીરપરિયા જે ગોંડલના રીબડા ખાતે કાસ્ટિંગ લની ફેક્ટરી ધરાવે છે. તેમના પરિવારમાં તેમના માતા જ્યોત્સ્નાબેન, પિતા વ્રજલાલ, દાદી રંભાબેન (ઉ.88) પત્ની પાયલ અને શિવમ (ઉ.વ.1) તેમજ તેમના બહેન અંકિતાબેન તથા તેમની બંને પુત્રી આર્યા, આધ્યા મળી કુલ 9 લોકોમાંથી 8 લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા.



આ પણ વાંચો - રાજ્યમાં રેકોર્ડબ્રેક 15,365 લોકોએ કોરોનાને માત આપી, મૃત્યુઆંકમાં પણ ઘટાડો

કુલદીપભાઈના જણાવ્યા અનુસાર તેમના માતાને કોરોનાના લક્ષણો ન હતા. જયારે રાજકોટથી આવેલ બહેન અને બંને ભાણેજો સહીત મારા પરિવારમાં બધાને કોરોના થયો હતો. મારા માતા પિતા અને બાએ વેક્સીન લઇ લીધી હતી. માતાએ અને બાએ બંને ડોઝ લીધા છે જયારે મારા પિતાએ એક જ ડોઝ લીધો છે. મારા બાની ઉમર 88 વર્ષ છે. કોરોના આવતા અમે સૌ મુશ્કેલીમાં મુકાયા હતા પરંતુ વેક્સીન કમાલ કરી ગઈ અને સ્થિતિ ક્રિટિકલ થતા બચી છે અને ઘરે જ સારવાર લઇ આમે કોરોનાને હરાવ્યો છે.

વેક્સીનના બંને ડોઝ લેવાથી મારી જિંદગી બચી ગઈ તેમ રંભાબેન જણાવે છે. તેમણે કહ્યું કે મને 88 વર્ષ થયા છે. જ્યારથી કોરોનાનો પેસારો થયો છે ત્યારથી જરૂર વગર ઘરની બહાર નીકળવાનું ટાળ્યું છે. કોરોનાની બીજી લહેરમાં અનેકના પરિવારો વિખરાય છે ત્યારે મારા પરિવારને પણ કોરોના થતા મુંઝાયા હતા પરંતુ ઈશ્વરની કૃપાથી અમે સૌ સ્વસ્થ થયા છીએ. મેં કોરોના રસીના બંને ડોઝ લીધા છે મને લાગે છે કે વેક્સીને જ મારી જિંદગી બચાવી છે.
Published by:Ashish Goyal
First published:May 14, 2021, 20:55 pm

ટૉપ ન્યૂઝ