રાજકોટના થોરાળામાં ફાયરિંગ અને વાહનમાં તોડફોડ કરનારા 7 આરોપીઓની ધરપકડ


Updated: June 20, 2020, 10:03 PM IST
રાજકોટના થોરાળામાં ફાયરિંગ અને વાહનમાં તોડફોડ કરનારા 7 આરોપીઓની ધરપકડ
રાજકોટના થોરાળામાં ફાયરિંગ અને વાહનમાં તોડફોડ કરનારા 7 આરોપીઓની ધરપકડ

હજુ ચાર શખ્સોની શોધખોળ ચાલી રહી છે

  • Share this:
રાજકોટ : રાજકોટ શહેરનું નામ અવારનવાર ગુનાખોરીના કારણે મીડિયામાં ચમકતું રહે છે. ત્યારે રાજકોટમાં સરેઆમ ફાયરિંગનો બનાવ સામે આવ્યો હતો. ત્યારે થોરાળા પોલીસે ફાયરિંગ અને વાહનોમાં તોડફોડ કરનાર ઈમ્તિયાઝ ઉર્ફે લાલા સહિત 7 શખ્સો ની ધરપકડ કરી છે. જ્યારે હજુ ચાર શખ્સોની શોધખોળ ચાલી રહી છે.

રાજકોટના ભાવનગર રોડ પર આવેલ બેડીપરા ફાયર સ્ટેશન નજીક બુધવારે મોડી રાતે મોહસિન ઉર્ફે ચીનલો કુરેશી સહિત બે યુવક ઉપર હત્યાના ઇરાદે ફાયરીંગ તેમજ વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી. સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ પણ થયો હતો. જે બાબતમાં સીસીટીવી ફૂટેજ પણ છેલ્લા ત્રણ દિવસથી સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. બનાવની જાણ થતાં થોરાળા પોલીસે બનાવને અંજામ આપનારા વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જે અંતર્ગત પોલીસે નામચીન ઈમ્તિયાઝ ઉર્ફે લાલો અને તેના છ સાગરીતો ની ધરપકડ કરી છે.

આ પણ વાંચો - કોરોના વાયરસ : રાજ્યમાં નવા 539 કેસ નોંધાયા, 24 કલાકમાં 20 દર્દીના મોતથોરાળા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર જી.એમ. હડિયાના જણાવ્યા પ્રમાણે ત્રણ દિવસ પૂર્વે રાત્રીના સાડા ત્રણ વાગ્યે ઈમ્તિયાઝ ઉર્ફે લાલો તેના સાથી મિત્રો સાથે બનાવના સ્થળે આવ્યો હતો. જે બાદ તેમને અભદ્ર ભાષાનો પ્રયોગ કરી સોડા બોટલના ઘા કરી રિવોલ્વર દ્વારા ફાયરિંગ પણ કર્યું હતું. તો સાથે જ વાહનોમાં તલવાર અને લાકડીઓ દ્વારા તોડફોડ પણ કરી હતી. સમગ્ર બનાવ પાછળ મૂળભૂત કારણ થોડા દિવસ પૂર્વે બને પક્ષોના સભ્ય વચ્ચે થયેલ બોલાચાલી જવાબદાર છે.
પોલીસે હાલ ગુનામાં વપરાયેલ હથિયાર કબજે કર્યા છે. તો સાથે જ આરોપીઓની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. આખરે ગુનામાં વપરાયેલ ગેરકાયદે શસ્ત્ર ક્યાંથી લાવવામાં આવ્યા હતા. કબજે કરાયેલ હથિયાર અન્ય કોઇ ગુનામાં ઉપયોગ કર્યો છે કે કેમ તે તમામ અંગે હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે.
First published: June 20, 2020, 10:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading