Home /News /gujarat /

વધુ એક નર સાવજનું મોત, દલખાણીયા રેન્જમાંથી મળ્યો મૃતદેહ

વધુ એક નર સાવજનું મોત, દલખાણીયા રેન્જમાંથી મળ્યો મૃતદેહ

જૂનાગઢના દલખાણીયા રેન્જમાં વધુ એક નર સિંહનો મૃતદેહ મળી આવતા વન વિભાગ દોડતું થયું.

જૂનાગઢના દલખાણીયા રેન્જમાં વધુ એક નર સિંહનો મૃતદેહ મળી આવતા વન વિભાગ દોડતું થયું.

    ગુજરાતની ઓળખ એવા સિંહો પર જાણે કોઇની નજર લાગી હોય તેમ ટપોટપ સિંહોના મૃત્યુ થઇ રહ્યાં છે. જૂનાગઢના દલખાણીયા રેન્જમાં વધુ એક નર સિંહનો મૃતદેહ મળી આવતા વન વિભાગ દોડતું થયું છે. આ સિંહનું મૃત્યુ પાછળનું કારણ હજી બહાર આવ્યું નથી.

    પ્રાપ્ત વિગત પ્રમાણે જૂનાગઢના દલખાણીયા રેન્જમાં નર સિંહનો મૃતદેહ મળી આવ્યો છે. આ સિંહની ઉંમર અંદાજે 6થી 7 વર્ષની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. સીમમાંથી મળેલા મૃતદેહનો હવાલો મેળવી વનવિભાગે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. સિંહનું મૃત્યુ કેવી રીતે થયું તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ જાણી શકાશે તેવું વનવિભાગની ટીમે જણાવ્યું હતું.

    અહીં ક્લિક કરી વાંચોઃ OMG: જીવતા મગરને ગળી ગયો અજગર, જુઓ ભયાનક તસવીર

    ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ રાજ્યસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં કેન્દ્ર સરકારે સિંહો પાછળ કેટલો ખર્ચ કર્યો તેના આંકડા જાહેર કર્યા હતા, જેમાં જણાવવામાં આવ્યું હતું કે એશિયાઇ સિંહોના સંવર્ધન માટે વર્ષ 2016-17, 2017-18 અને 2018-19માં અનુક્રમે રૂ. 1.09 કરોડ, રૂ. 2.24 કરોડ અને રૂ. 19.83 કરોડ આપ્યા હતા. તેવી જ રીતે, સી.એસ.એસ.-પ્રોજેક્ટ એલિફન્ટ અંતર્ગત રૂ. 21.20 કરોડ, રૂ. 24.90 કરોડ અને રૂ. 29.76 કરોડ આ જ સમયગાળામાં આપ્યા હતા. સી.એસ.એસ.-પ્રોજેક્ટ ટાઇગર અંતર્ગત રૂ. 342.25 કરોડ, રૂ. 345 કરોડ અને રૂ. 323.44 કરોડ છેલ્લાં ત્રણ વર્ષમાં આપ્યા હતા.

    રાજ્યસભામાં જણાવવામાં આવેલા આંકડા પરથી સ્પષ્ટ થઇ રહ્યું છે કે મોદી સરકારે ટાઇગર પાછળ સૌથી વધુ ખર્ચ કર્યો છે, જેની સરખામણીમાં સિંહોને નજરઅંદાજ કરવામાં આવ્યા હોય તેમ લાગી રહ્યું છે.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Asiatic Lion, Dalkhaniya, Gujarat Forest, Male Asiatic Lion, Rang, જંગલ, જૂનાગઢ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन