રાજ્યમાં પાણીમાં ડૂબવાની ત્રણ ઘટનાઓ, 3 બાળકો સહિત છના મોત

News18 Gujarati
Updated: August 25, 2019, 11:15 PM IST
રાજ્યમાં પાણીમાં ડૂબવાની ત્રણ ઘટનાઓ, 3 બાળકો સહિત છના મોત
પ્રતિકાત્મક તસવીર

રાજ્યમાં અલગ અલગ જગ્યાએ પાણીમાં ડૂબી જવાની ત્રણ ઘટનાઓ બની છે. જેમાં કુલ છ વ્યક્તિઓ પાણીમાં ડૂબ્યા હતા. છ પૈકી ત્રણ બાળકોના મોત થયા હતા.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ રાજ્યમાં અલગ અલગ જગ્યાએ પાણીમાં ડૂબી જવાની ત્રણ ઘટનાઓ બની છે. જેમાં કુલ છ વ્યક્તિઓ પાણીમાં ડૂબ્યા હતા. છ પૈકી ત્રણ બાળકોના મોત થયા હતા. જ્યારે અન્ય લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પહેલી ઘટનાની વાત કરીએ તો સુરતના કામરેજના ટીમબા ગામ નજીક આવેલા ગળતેશ્વર મંદિર પાસે સાંજના સમયે માતા પિતા સાથે સાત વર્ષનું બાળક દર્શન કરવામાં આવ્યું હતું. જોકે, મંદિરમાં આવેલા સ્નાનાગારમાં સાત વર્ષીય બાળક ડૂબ્યો હતો જેથી તેનું મોત નીપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, આ પરિવારસુરતના લિબાયતના સંજયનગરનો રહેવાસી હતો. આ અંગે કામરેજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

આ ઉપરાંત જૂનાગઢના કેશોદના નોજણવાવ ગામ પાસે સાબરી નદીમાં ત્રણ યુવકો ન્હાવા પડ્યા હતા. જેના પગલે ત્રણે યુવકો નદીના પાણીમાં ડૂબવા લાગ્યા હતા. જોકે ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક પહોંચી ગઇ હતી. અને તમામને બહાર કાઢી સારવાર માટે મેંદરડા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, ત્રણ યુવકોના મોત થયા હતા.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ પેટ્રોલ કાઢવા અંગે ઠપકો આપતા બે ભાઇઓએ યુવકને સળગાવ્યો

અન્ય એક ઘટનાની વાત કરીએ તો દ્વારકા નજીકના ગોરીયારી ગામ પાસે આવેલા તળાવમાં બે બાળકીઓ પાણીમાં ડૂબી હતી. સ્થાનિક તરવૈયાઓની મદદથી બાળકીઓને બહાર કાઢવામાં આવી હતી. અને સારવાર માટે દ્વારકાની સરકારી હોસ્પિટલમાં લઇ જવાઇ હતી. જોકે, પ્રાથમિક સારવાર દરમિયાન જ બંને બાળકીઓના મોત થયા હતા. આ અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથધરી હતી.
First published: August 25, 2019, 11:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading