આજે BSFનો 56મો સ્થાપના દિવસ, જાણો કેમ કરવામાં આવી હતી BSFની રચના

આજે BSFનો 56મો સ્થાપના દિવસ, જાણો કેમ કરવામાં આવી હતી BSFની રચના
પ્રતિકાત્મક તસવીર

ભારતના પાંચ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસદળોમાં બીએસએફ એક છે. જે સમગ્ર દુનિયાનું સૌથી મોટું સીમા સુરક્ષા બળ છે

  • Share this:
    મેહુલ સોલંકી, કચ્છ : સરહદોની રક્ષામાં મહત્વની કામગીરી બજાવતાં બીએસએફ (BSF-ફર્સ્ટ લાઇન ડિફેન્સ) નો આજે 56મો સ્થાપના દિવસ છે. આ દિવસ સમગ્ર દેશમાં બીએસએફ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 1965માં પાકિસ્તાને ગુજરાતના કચ્છમાં ચોકીઓ પર હુમલો કરી દીધો હતો. ત્યાર બાદ ભારત સરકારે 1 ડિસેમ્બર 1965માં BSFની રચના કરી હતી. BSFના પ્રથમ ચીફ કે.એફ. રુસ્તમજી હતા અને ત્યારથી BSF દેશની સુરક્ષા માટેની ફરજ બજાવી રહી છે.

    ભારતના પાંચ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસદળોમાં બીએસએફ એક છે. જે સમગ્ર દુનિયાનું સૌથી મોટું સીમા સુરક્ષા બળ છે. સીમા સુરક્ષામાં આ બળના જવાનો પ્રથમ ક્રમે રહે છે અને હાલ BSFમાં 188 બટાલિયન છે. જે 6,385 કિલોમીટર લાંબી આંતરરાષ્ટ્રીય બોર્ડરની સુરક્ષા કરે છે. જે પવિત્ર દુર્ગમ રણ, નદી, ખીણ અને હિમાચ્છાદિત પ્રદેશોમાં ફેલાયેલી છે. દેશની 6,386 કિલોમીટરની સરહદની સુરક્ષામાં અંદાજે પોણા ત્રણ લાખથી વધુ જવાનો અને અધિકારીઓ વ્યસ્ત છે.



    આજે સ્થાપના દિન નિમિતે ભુજ BSF સેકટર ખાતે વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જવાનો માટે બડા ખાના અને મનોરંજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે કચ્છ BSFના DIG સમુંદર સિંઘ ડબાસે જણાવ્યું હતું કે આજે સ્થાપના દિવસ સ્વમાન ભર તેઓ ઉજવી રહ્યા છે. શહીદ જવાનોને પણ શ્રદ્ધાસુમન અપર્ણ કરવામાં આવ્યા છે. બધા માટે ગર્વની વાત છે કે આજે BSFનો સ્થાપના દિન છે.
    Published by:Ashish Goyal
    First published:December 01, 2020, 17:18 pm

    टॉप स्टोरीज