Home /News /gujarat /

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું પ્રદેશ અધિવેશન પ્રથમ વખત કચ્છમાં યોજાયું

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું પ્રદેશ અધિવેશન પ્રથમ વખત કચ્છમાં યોજાયું

અધિવેશન

અધિવેશન

Kutch News : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના 53માં અધિવેશનનમાં મંત્રી કુબેર ડીંડોર અને જાણીતી કુસ્તીબાજ બબીતા ફોગટ હાજર રહ્યા

    Kutch News : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું (abvp)પ્રદેશ અધિવેશન પ્રથમ વખત કચ્છમાં યોજાયું છે. રાજ્ય કક્ષાના મંત્રી કુબેર ડીંડોર (kuber dindor)અને જાણીતી કુસ્તીબાજ બબીતા ફોગટની (babita fogat)હાજરીમાં વિદ્યાર્થી પરિષદનું 53મું પ્રદેશ અધિવેશન ખુલ્લું મુકાયું હતું.

    શનિવારે જિલ્લા મથક ભુજની આર. ડી. વરસાણી હાઈસ્કૂલમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના 53માં અધિવેશનનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. મંત્રી કુબેર ડીંડોર અને જાણીતી કુસ્તીબાજ બબીતા ફોગટની હાજરીમાં આ અધિવેશન ખુલ્લુ મુકાયું હતું.

    સોમવાર સુધી ચાલનારા આ અધિવેશનમાં વિદ્યાર્થીઓને લગતા વિવિધ પ્રશ્નો તેમજ સમસ્યાઓ મુદ્દે મંથન કરવામાં આવશે. સમસ્યાઓના સમાધાન ઉકેલી તે મુજબનું રોડ મેપ શિક્ષણ મંત્રીને રજૂ કરવામાં આવશે. આ વર્ષે અધિવેશનમાં યુવાઓને રોજગાર, સરકારી પરીક્ષાઓને લગતા કૌભાંડો તેમજ ડ્રગ્સના રવાડે ચડતા યુવાધનના મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવશે.

    આ પણ વાંચો - Vadodara News: આઝાદીના લડવૈયા સુખદેવના વંશજ અનુજ થાપરે શું કહ્યું, આવો સાંભળીયે..

    આ ઉપરાંત સોમવારે વિદ્યાર્થી પરિષદના પ્રદેશ મંડળની નવી સમિતિની પણ ઘોષણા કરવામાં આવશે.
    First published:

    Tags: Kutch, Kutch news

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन