રાજકોટમાં રેકોર્ડબ્રેક 50 પોઝિટિવ કેસ નોંધાયા, એક સપ્તાહ સુધી રાજકોટની સોનીબજાર રહેશે બંધ


Updated: July 25, 2020, 6:51 PM IST
રાજકોટમાં રેકોર્ડબ્રેક 50 પોઝિટિવ કેસ નોંધાયા, એક સપ્તાહ સુધી રાજકોટની સોનીબજાર રહેશે બંધ
પ્રતિકાત્મક તસવીર

ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઇ હસમુખ ધાંધલીયાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવતા પોલીસ વિભાગમાં પણ ફફડાટ વ્યાપી ગયો

  • Share this:
રાજકોટ : રાજકોટ શહેર તેમજ જિલ્લામાં દિવસે અને દિવસે કોરોના વાયરસનો કેર યથાવત્ જોવા મળી રહ્યો છે. કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક પણ કૂદકે અને ભૂસકે વધી રહ્યો છે. ત્યારે આજરોજ રાજકોટ શહેરમાં રેકોર્ડ બ્રેક 50 જેટલા પોઝિટિવ કેસ નોંધાતા શહેરમાં પોઝિટિવ કેસનો કુલ આંક 881 પર પહોંચ્યો છે. સવારમાં 33 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા હતા ત્યારબાદ બપોરના બાર વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધીમાં નવા 17 કેસ નોંધાતા આજરોજ કુલ 50 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે.

ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઇ હસમુખ ધાંધલીયાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવતા પોલીસ વિભાગમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. ઉલ્લેખનીય છે કે ગઇકાલે રાજકોટ શહેર પોલીસ કમિશનર ઓફિસે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પ્રેસ કોન્ફરન્સની અંદર પીએસઆઇ હસમુખ ધાંધલીયા હાજર રહ્યા હતા. આ પ્રેસ કોન્ફરન્સમાં પીઆઈ તેમજ એસીપી કક્ષાના અધિકારીઓ તેમજ મોટા પ્રમાણમાં મીડિયાના કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા.


આ પણ વાંચો - અમદાવાદમાં ગાજવીજ સાથે ભારે વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરી

કોરોના વાયરસનું સંક્રમણ વધતા સોની બજાર 27 જૂલાઇ સોમવારથી લઇ 1 ઓગસ્ટ શનિવાર સુધી બંધ રહેશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી દિવસે અને દિવસે સોના અને ચાંદીના ભાવમાં વધારો થઈ રહ્યો છે. માર્ચ મહિનામાં જે રીતે લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું. ત્યારબાદ લૉકડાઉન પાર્ટ 1,2,3,4 અને અનલૉક પાર્ટ 1 અને 2 હાલ ચાલી રહ્યો છે. જે અંતર્ગત જ્વેલરીના ધંધામાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો સોની બજાર તરફ ખરીદી માટે નથી આવી રહ્યા. ત્યારે સોની વેપારીઓએ ના છૂટકે બંધ પાડવાની ફરજ પડી છે.
Published by: Ashish Goyal
First published: July 25, 2020, 6:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading