રાજકોટ : કુખ્યાત કુકી ભરવાડના 5 સાગરિતો ઝડપાયા, પીએસઆઇ સહિત 3 પોલીસ કર્મીઓ પર કર્યો હતો હુમલો

રાજકોટ : કુખ્યાત કુકી ભરવાડના 5 સાગરિતો ઝડપાયા, પીએસઆઇ સહિત 3 પોલીસ કર્મીઓ પર કર્યો હતો હુમલો
રાજકોટ : કુખ્યાત કુકી ભરવાડના 5 સાગરિતો ઝડપાયા, પીએસઆઇ સહિત 3 પોલીસ કર્મીઓ પર કર્યો હતો હુમલો

અગાઉ પણ આ મામલે રાજુ કુકી સહિત કુલ પાંચ જેટલા શખ્સોને માલવિયાનગર પોલીસે ઝડપી પાડયા હતા

  • Share this:
રાજકોટ : રાજકોટ શહેરના માલવિયાનગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ સહિત ત્રણ જેટલા પોલીસ અધિકારીઓ તેમજ જવાનો ઉપર હુમલો કરનાર રાજુ કુકીના પાંચ જેટલા સાગરિતોને પોલીસે ઝડપી પાડયા છે. અગાઉ આ મામલે રાજુ કુકી સહિત કુલ પાંચ જેટલા શખ્સોને માલવિયાનગર પોલીસે ઝડપી પાડયા હતા. ત્યારે આ ગુનાના કામે છગન સંગ્રામ મીર તથા સાતેક જેટલા અજાણ્યા શખ્સોને ઝડપી પાડવાના બાકી છે.

ગત 3 એપ્રિલના રોજ રાજુ ઉર્ફે કુકી છેલા શિયાળીયા નામના આરોપીને ઝડપી પાડવા માટે માલવિયાનગર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ સહિતના માણસો 150 ફૂટ રિંગ રોડ પર આવેલા ચામુંડા હોટલ ખાતે પહોંચ્યા હતા. આ સમયે કુકી ભરવાડ અને તેના માણસોએ માલવિયાનગર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ તેમજ ત્રણ જેટલા પોલીસ જવાનો ઉપર હુમલો કર્યો હતો. હુમલાની અંદર પી.એસ.આઈ સહિતના ત્રણ પોલીસ જવાનો ઘવાયા હતા. જે મામલે માલવિયાનગર પોલીસે ઇ.પી.કો કલમ 333, 332, 337,143, 147, 148, 149 તથા જી.પી.એક્ટ ની કલમ 135(1) મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.આ પણ વાંચો - ઓક્સિજન, બેડ અને પ્લાઝ્મા સહિતની વિગતો જોઈએ છે? આ રહ્યા સોર્સ

જે મામલે માલવિયાનગર પોલીસ દ્વારા સૌપ્રથમ રાજુ ઉર્ફે કૂકી છેલા શિયાળીયા, ગેલા સામંત શિયાળીયા, માલા ગેલા શિયાળીયા, નયન ખીમજી કરંગીયા, પિયુષ કાંતિ ચૌહાણ ની ધરપકડ કરી હતી. જ્યારે આજરોજ પોલીસે રાજેશ ઉર્ફે રાજુ સંગ્રામ મીર, લાલો સંગ્રામ મીર, કરશન સોંડા જોગરાણા, રતુમધા મીર, નવધણ ધના જોગરાણાને ઝડપી પાડયા છે. જ્યારે કે હજુ આ ગુનાના કામે છગન સંગ્રામ મીર તથા સાતેક જેટલા અજાણ્યા માણસો પકડવાના બાકી છે.

અગાઉ કુકી ભરવાડને ઘટના સ્થળે લઇ જઇ ઘટનાનું reconstruction તેમજ પંચનામાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ સમયે પોતાની ભૂલનું ભાન થતાં કુખ્યાત રાજુ ઉર્ફે કિકુ ભરવાડે માફી પણ માંગી હતી. તો રાજકોટ પોલીસે પોતાનું ત્રીજું નેત્ર ખોલતા કૂકી'ને કૂકડો બનવાનો વારો આવ્યો હતો.
Published by:Ashish Goyal
First published:April 28, 2021, 16:27 pm

ટૉપ ન્યૂઝ