Home /News /gujarat /ગાંડો વિકાસ! ક્ચ્છના 47 ગામ સંપૂર્ણપણે વેરાન, 106 ગામની વસતિ 200થી પણ ઓછી

ગાંડો વિકાસ! ક્ચ્છના 47 ગામ સંપૂર્ણપણે વેરાન, 106 ગામની વસતિ 200થી પણ ઓછી

પ્રતિકાત્મક તસવીર

કચ્છનો ગ્રામ્ય વિસ્તાર ઝડપથી ખાલી થઈ રહ્યો છે. આંકલન મુજબ, 106 ગામની વસતિ 200 કરતાં પણ ઓછી

ન્યૂઝ 18 ગુજરાતી: વિસ્તારની દૃષ્ટીએ રાજ્યના સૌથી બીજા મોટા જિલ્લા કચ્છના નકશામાંથી ગામડાઓ લુપ્ત થઈ રહ્યાં છે. આદ્યોગિકરણ અને રોજગારીની ગુલબાંગો વચ્ચે એક અહેવાલ મુજબ, કચ્છના 47 ગામો વેરાન થઈ ગયા છે. આ ગામોમાં હવે એક પણ વ્યક્તિ રહેતી નથી. વર્ષ 2011ની વસતિ ગણતરી મુજબ કચ્છમાં કુલ ૯ર૪ પૈકી ૮૭૭ ગામડામાં માનવ વસતી છે. બાકીના ૪૭ ગામ ઉજ્જડ એટલે કે માનવ વસવાટ વગરના થઈ ગયા છે. ફક્ત રેકર્ડ પર આવા ગામડાનું અસ્તિત્વ છે.

કચ્છમાં વેરાન બનેલા ઘણા ઐતિહાસિક ગામડાઓ પણ સામેલ છે. વર્ષ ૧૯૬૧માં કચ્છમાં માનવ વસવાટ ધરાવતા ગામડાઓની સંખ્યા ૯૦પ હતી, જે આજે ઘટીને ૮૭૭ થઈ ગઈ છે! કચ્છની કુલ ર૦.૯ર લાખની વસતીમાં ૧૩.૬૩ લાખ લોકો ગામડાઓમાં વસવાટ કરી રહ્યા છે. આ સંખ્યામાં ઝડપાથી ઘટાડો થઈ રહ્યો છે. કચ્છના ૧૦૬ ગામડા એવા છે જેની વસતી ર૦૦ વ્યક્તિઓ કરતા ઓછી છે. એટલે કે આ ગામડાઓમાં હવે ૬૦-૭૦ પરિવારો માંડ રહેતા હશે.

કચ્છના અબડાસા, લખપત, ભુજ અને નખત્રાણા તાલુકાઓમાં આવા ગામડાઓની સંખ્યા વાધારે પ્રમાણમાં છે. કચ્છના ગામડામાં ખેતી કે પશુપાલન કરતા લોકોનું જીવન-ધોરણ આજે પણ અઢારમી સદી જેવું જ રહ્યું છે. જેના કારણે નવી પેઢી હવે ગામડાઓમાં રહેવા તૈયાર નાથી. ઔદ્યોગિકરણ અને આધુનિકરણ તરફની આંધળી દોટમાં કચ્છનો ગ્રામ્ય વિસ્તાર તેની ઓળખ ગુમાવી રહ્યો છે.

સંસ્કૃતિ ધરમૂળથી બદલાઈ જવાની ભીતિ
કચ્છાં ગામડાઓ મતૃઃપાય થવાની સાથે સંસ્કૃતિ લુપ્ત થઈ જવાની પણ ભીતિ છે. કચ્છની ભાષા અને હસ્તકલા પણ હેરિટેજ સમાન છે, પરંતુ વર્તમાન પેઢી કચ્છની શુદ્ધ બોલીથી વિપરીત થઈ રહી હોવાન અહેવાલો છે. સમાજશાસ્ત્રીઓ અને જાણકારોને ડર છે કે જો સમયસર પલાયન અટકાશે નહીં તો આ સંસ્કૃતિ નાશ પામશે.
First published:

Tags: Kutch