Home /News /gujarat /અરવલ્લી જિલ્લાના 4 આરોગ્ય કર્મીઓએ પરિવારથી દૂર રહીને રાજકોટમાં દર્દીઓની સેવા કરી પોતાનું કર્તવ્ય નિભાવ્યું
અરવલ્લી જિલ્લાના 4 આરોગ્ય કર્મીઓએ પરિવારથી દૂર રહીને રાજકોટમાં દર્દીઓની સેવા કરી પોતાનું કર્તવ્ય નિભાવ્યું
રાજકોટ આવવાનું થયું ત્યારે પહેલો વિચાર 60 વર્ષીય સાસુ-સસરા કે જેમને ડાયાબીટીસ, બી.પી અને થાયરોડ છે અને પાંચ વર્ષીય પુત્રનો આવ્યો હતો. પરંતુ ગર્વની વાત એ છે કે મારા પરિજનોએ જ મને કહ્યું કે, 1 મહિના માટે પરિવાર પછી ફરજ પહેલા
રાજકોટ આવવાનું થયું ત્યારે પહેલો વિચાર 60 વર્ષીય સાસુ-સસરા કે જેમને ડાયાબીટીસ, બી.પી અને થાયરોડ છે અને પાંચ વર્ષીય પુત્રનો આવ્યો હતો. પરંતુ ગર્વની વાત એ છે કે મારા પરિજનોએ જ મને કહ્યું કે, 1 મહિના માટે પરિવાર પછી ફરજ પહેલા
રાજકોટ : દેશના આરોગ્ય કર્મીઓ વસુધૈવ કુંટુંબકમની ભાવના સાથે દરેક નાગરીકને કોરોનાથી રક્ષિત કરવા મુળ કાર્યક્ષેત્ર-પરિવારથી દૂર જઈને પોતાનું કર્તવ્ય નિભાવી રહ્યા છે. આવી જ કર્તવ્યપરાયણતા નિભાવી છે અરવલ્લી જિલ્લાના 4 આર.બી.એસ.કે આરોગ્ય કર્મીઓએ. જે એક મહિનો રાજકોટમાં રહીને દર્દીઓની સેવા કરીને તબીબ તરીકેની ઉમદા ફરજ અદા કરી છે.
અરવલ્લીના ભિલોડા તાલુકામાં મેડીકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડો. સ્વીટી ચૌધરીએ રાજકોટ અંગેના અનુભવ વિશે વાત કરતા કહ્યું હતું કે, રાજકોટ આવવાનું થયું ત્યારે પહેલો વિચાર 60 વર્ષીય સાસુ-સસરા કે જેમને ડાયાબીટીસ, બી.પી અને થાયરોડ છે અને પાંચ વર્ષીય પુત્રનો આવ્યો હતો. પરંતુ ગર્વની વાત એ છે કે મારા પરિજનોએ જ મને કહ્યું કે, 1 મહિના માટે પરિવાર પછી ફરજ પહેલા. મારા પુત્રના મનમાં પણ એ વાત બેસી ગઈ હતી કે મમ્મી કોરોના દર્દીઓની સેવા કરવા ગઈ છે. પરિવારની આ સકારાત્મકતાએ મારામાં વધુ જોશ ભર્યો હતો.
ખાસ કરીને અહીંના સ્ટાફ વિશે કહું તો તેમનો ખુબ સહકાર મળ્યો છે. શરૂઆતના 2 દિવસમાં મને ન ગમ્યું પરંતુ પછી રાજકોટ અને રાજકોટવાસીઓ બંને ગમવા લાગ્યા. ધન્વંતરી રથના માધ્યમથી લોકોની સેવા કરવાનો મોકો અને અનુભવ બહુ સારો રહ્યો છે. લોકોનો સહકાર મળ્યો અને ન પણ મળ્યો પણ હતાશ થયા વિના તેમનું કાઉન્સેલિંગ કરી તેમને એન્ટીજન ટેસ્ટનું મહત્વ સમજાવ્યું હતું. કોરોનાથી રક્ષિત કરવાના અને જેઓને કોરોના થયો હોય તેમને ઝડપી સારવાર મળે તેવા સઘન પ્રયાસો મેં મારી ફરજમાં કર્યા છે.
માતા-પિતાના સપોર્ટ અને પ્રોત્સાહન સાથે કોરોના હોસ્પિટલની ફ્લુ ઓ.પી.ડી.માં 1 મહિનો કામગીરી કરીને રાજકોટની આરોગ્યલક્ષી સુવિધાના વખાણ કરતાં ડો. પ્રિયંકા સુવેરાએ જણાવ્યું હતું કે હું રાજકોટ આવી ત્યારે અનેક અસમંજસમાં હતી કે, કેવી સુવિધા હશે? કેમ રહેશું? કેવી રીતે કામગીરી કરવાની રહેશે? પરંતુ મારી બધી દુવિધા અહીં આવ્યાના થોડા દિવસોમાં જ દૂર થઈ ગઈ. અમારી રહેવા-જમવાની સુવિધા સારી હતી. સિવિલ હોસ્પિટલમાં પણ પી.પી.ઈ કીટ અને સલામતીના દરેક પગલાઓનું ધ્યાન રાખવામાં આવ્યું છે. હું રાજકોટથી ખુશ થઈને જઈ રહી છું.
" isDesktop="true" id="1048710" >
નાગરિકોને તેમના સ્વાસ્થ્ય અંગે સુચનો કરતાં ડો. ચૌધરી અને ડો. સુવેરાએ કહ્યું હતું કે તબીબો લોકોની સેવા માટે ખડેપગે તૈયાર છે. પરંતુ અમારે પણ તમારા સહકારની જરૂર છે. કારણ વગર ઘરની બહાર જવાનું ટાળીએ, નિયમિત નાસ લઈએ, સમશમ વટી લેવી અને માસ્ક તેમજ સેનેટાઈઝરનો ઉપયોગ ન ચુકીએ. આ સર્વે વસ્તુ કરીને તમે અમને પરોક્ષ રીતે અચુક મદદરૂપ થઈ શકો છો.