ગીર સોમનાથમાં છેલ્લા એક અઠવાડિયામાં દુષ્કર્મની 4 ફરિયાદ, યુવતી પર બળાત્કાર કરનાર શિક્ષકની ધરપકડ

ગીર સોમનાથમાં છેલ્લા એક અઠવાડિયામાં દુષ્કર્મની 4 ફરિયાદ, યુવતી પર બળાત્કાર કરનાર શિક્ષકની ધરપકડ

ધોરણ 10માં પાસ કરાવવાની લાલચ આપી શિક્ષણ સંઘના પ્રમુખે માસૂમને પીખી નાંખી

 • Share this:
  ગીર સોમનાથ, દિનેશ સોલંકી : છેલ્લા થોડા સમયથી ગીર પંથકમાં કાયદા કાનૂનુનો જાણે ભય ન હોય તેમ હવસખોર બેફામ બન્યા છે. સમગ્ર ગીર પંથકમાં બળાત્કારના કિસ્સાઓ વધી રહ્યા છે. કોડીનાર, ગીર ગઢડા અને ઉના એમ ત્રણ તાલુકામાં છેલ્લા એકજ અઠવાડિયામાં દુષ્કર્મની 4 ફરિયાદો નોંધાતા ખળભળાટ મચ્યો છે. ઉનામાં યુવતીને ધોરણ 10ની પરીક્ષા પાસ કરાવવાની લાલચ આપી જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ અને ઉનાના ખાણ ગામની શાળાના આચાર્ય તરીકે હોદ્દો ધરાવતા બાબુ ભાઈ નામના શિક્ષકે દેલવાડા ખાતે આવેલા શીવમ ગેસ્ટ હાઉસમાં યુવતીને બોલાવી બળજબરી પૂર્વક બળાત્કાર કર્યો હતો.

  યુવતીએ ઉના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા આરોપી બાબુની ધરપકડ કરવામાં આવી છે. આ હેલા કોડીનારના છાછર ગામે પણ 13 વર્ષેની કિશોરી પર ગામના જ નરાધમે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઇ હતી અને ત્યારબાદ કોડીનાર પોલીસે આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો છે.

  આ પણ વાંચો - હવે આર્મીની જેમ ખેડૂતોની પણ હશે કેન્ટીન, એક્સપોર્ટ ક્વોલિટીનો સામાન મળશે ટેક્સ ફ્રી

  આ સિવાય અન્ય એક આરોપી જે ખેડૂતની વાડીએ કામ કરતો હતો. તેમના જ ઘરે એકલતાનો ફાયદો ઉઠાવી યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું
  Published by:Ashish Goyal
  First published: