રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે 150 બેડના કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ, હળવા લક્ષણો ધરાવતા દર્દીઓ માટે સુવિધા

રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે 150 બેડના કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ, હળવા લક્ષણો ધરાવતા દર્દીઓ માટે સુવિધા
રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે 150 બેડના કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ

હળવા લક્ષણો ધરાવતા દર્દીઓને જ દાખલ કરાશે, સેન્ટરમાં દાખલ થતા દર્દીઓને મફતમાં રહેવાની જમવાની, સારવાર માટેની સુવિધાઓ અપાશે

  • Share this:
રાજકોટ : રાજકોટમાં જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે તેને જોતા ખાનગી હોસ્પિટલ તેમજ સિવિલ હોસ્પિટલમાં હવે બેડની સંખ્યા ઘટી રહી છે. ત્યારે તંત્ર પણ અપીલ કરી રહ્યું છે કે સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને દાખલ ન થવું ત્યારે આવા દર્દીઓ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ખાસ કેર સેન્ટર ઉભુ કર્યુ છે. સામાન્ય લક્ષણ ધરાવતા દર્દીઓ એટલે કે જેઓને ઈમરજન્સી સારવારની જરૂર ન હોય અથવા તો ઓક્સિજનની જરૂરિયાત ન હોય તેવા સામાન્ય લક્ષણ ધરાવતા દર્દીઓ માટે સેન્ટર ઉભુ કરવામાં આવ્યું છે.

150 બેડની કેપેસિટી ધરાવતા કેર સેન્ટરની આજથી શરૂઆત થઈ છે. પ્રાથમિક તબક્કામાં 50 બેડ રાખવામાં આવ્યા છે અને જરૂરિયાત મુજબ બેડની સંખ્યામાં વધારો કરવામાં આવશે. સેન્ટરમાં દાખલ થતા દર્દીઓને તદ્દન વિનામૂલ્યે રહેવાની જમવાની, સારવાર માટેની સુવિધાઓ અપાશે. આ ઉપરાંત દર્દીઓને જરૂરિયાત મુજબ યોગ, પ્રાણાયામ પર કરાવવામાં આવશે. દર્દીઓને મળવા તેમના પરિવારજનો માટે ખાસ એક નંબર પણ આપવામાં આવ્યો છે કે જેના પર કોલ કરી દર્દીની તબિયત પૂછી શકાશે. તેમ જ તેમના માટે કોઇ વસ્તુ અથવા તો મળવા વીડિયો કોલ માટે નંબર પરથી તમામ માહિતી મેળવી શકાશે.



આ પણ વાંચો - બગદાણાધામ તથા ભગુડા મોગલધામ કોરોનાના સંક્રમણને કારણે બંધ રહેશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિની યાદીના જણાવ્યા મુજબ વધતા જતા કોવિડના સંક્રમણને કારણે યુનિવર્સિટીના કર્મીઓ તથા રાજકોટના નગરજનો માટે આઈસોલેશન અને કોવિડ કેર તથા તેની ટ્રીટમેન્ટ માટે 150 વ્યકિતઓને સમાવી શકાય તેવુ પ્રથમ તબક્કાનું કોવિડ કેર સેન્ટર શરૂ કરવા જઈ રહ્યુ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હાલની પ્રવર્તમાન કોવિડની પરિસ્થિતિને લઈને ખૂબ ચિંતિત છે અને પોતાની સામાજીક ઉત્તરદાયિત્વના ભાગરૂપે સંપૂર્ણ નિઃશુલ્ક કોવિડ કેર સેન્ટર આજથી શરૂ કરવા જઈ રહ્યુ છે.

હળવા લક્ષણો ધરાવતા જે દર્દીઓ કે જેમને ઓકસિજનની જરૂર નથી તેવા દર્દીઓને માત્ર ડોકટરની ભલામણને આધારે ભરતી કરાશે અને સિવિલ હોસ્પિટલની જેમ જ સંપૂર્ણ નિઃશુલ્ક કોઈપણ જાતના ચાર્જ વિના દવા, જમવાનું સાથે મેડીકલ સ્ટાફની ટેમ્પરરી નિમણુંક કરીને શ્રેષ્ઠ સારવાર લોકોને મળી રહે તેવા હેતુથી એક સેવાનો પ્રયત્ન કરીને લોકોમાં પ્રસરી રહેલા ડરને દૂર કરવા માટે સનિષ્ઠ પ્રયત્ન કર્યો છે. અહીંયા ઈમરજન્સી ઓકિસજન વ્યવસ્થા નથી. હળવા લક્ષણોવાળા દર્દીઓએ જ ભરતી થવુ. વધુમાં દર્દીઓને રહેવા, જમવાનું, સામાન્ય સારવાર, ડોકટરની દેખરેખ તથા યોગ અને પ્રાણાયામથી સ્વસ્થ કરવા અને હકારાત્મક ઉર્જા પેદા કરવાનો ઉપક્રમ નિયત કરવામાં આવ્યો છે.
Published by:Ashish Goyal
First published:April 11, 2021, 18:02 pm

ટૉપ ન્યૂઝ