રાજકોટ : રાજકોટ શહેરમાં અપહરણનો વધુ એક બનાવ સામે આવ્યો છે. શહેરના લાલપાર્ક મેઇન રોડ પરની શ્રધ્ધાપુરી સોસાયટીમાં અપહરણનો બનાવ સામે આવ્યો છે. ધોરણ 8માં અભ્યાસ કરતી બાળાના પિતાની અપહરણની ફરિયાદ પર ભકિતનગર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. લાલપાર્ક રોડ શ્રધ્ધાપુરીમાં રહેતી 13 વર્ષની બાળા ગઇકાલે બપોર બાદ સાડા ત્રણેક વાગ્યે રૂમમાં મોબાઇલમાં નેટ નથી આવતું તેમ કહી બહાર નીકળ્યા બાદ ગાયબ થઇ જતાં તેની શોધખોળ કરવા છતાં પતો ન મળતાં પોલીસને જાણ કરવામાં આવતાં અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.
આ બનાવમાં ભકિતગનર પોલીસે કોઠારીયા રોડ લાલપાર્ક મેઇન રોડ શ્રધ્ધાપુરી-2માં રહેતાં મનોજભાઇ કરમશીભાઇ ગજેરાની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ સામે આઇપીસી 363 મુજબ ગુનો નોંધ્યો છે. મનોજભાઇ કોઠારીયા સોલવન્ટમાં ઘરઘંટીના સ્પેરપાર્ટસનું કારખાનુ ધરાવે છે. સંતનમાં એક દીકરી અને એક દીકરો છે. જેમાં દીકરીની ઉમર 13 વર્ષની છે. જે ધોરણ 8 માં અભ્યાસ કરે છે.
ગત સાંજે મનોજભાઇ કારખાને હતાં ત્યારે તેમને પત્નીએ ફોન કરી દીકરી ઘરમાંથી કયાંક જતી રહી છેય તેના ફ્રેન્ડ સર્કલમાં ફોન કરવા છતાં મળી નથી તમે જલ્દી આવો તેમ કહેતાં મનોજભાઇ તરત ઘરે પહોંચ્યા હતાં અને દીકરીની શોધખોળ શરૂ કરી હતી. બપોરે સાડા ત્રણેક વાગ્યે રૂમમાં મોબાઇલમાં નેટ આવતું નથી તેમ કહી બહાર નીકળી હતી. અડધો કલાક થવા છતાં પાછી રૂમમાં ન આવતાં તેણીના મમ્મી તપાસ કરવા નીકળતાં કયાંય જોવા મળી નહોતી.
અડોશી-પડોશી અને સગા સંબંધીને ત્યાં પણ તપાસ કરી હતી. પરંતુ પત્તો મળ્યો નહોતો. અંતે પોલીસને જાણ કરવામાં આવી હતી. બાળાને કોઇ લલચાવી ફોસલાવી અપહરણ કરી ગયાનું જણાવાતાં પોલીસે તુરત ગુનો નોંધ્યો હતો અને ડી સ્ટાફની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર