Home /News /gujarat /

રાજકોટઃ ટેનિસ બોલ અપાવવાના બહાને માસૂમને ફોસલાવ્યો, હાથ બાંધી આચર્યું સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય

રાજકોટઃ ટેનિસ બોલ અપાવવાના બહાને માસૂમને ફોસલાવ્યો, હાથ બાંધી આચર્યું સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય

પ્રતિકાત્મક તસવીર

Rajkot crime news: સદર બજાર વિસ્તારમાં આવેલી સ્કૂલમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખામાં અને રમતગમત માટે રવિવારે તેર વર્ષના છાત્રને એક અજાણ્યા વ્યક્તિએ ચાલ તને ક્રિકેટ રમવા ટેનિસનો દડો લઈ અપાવું તેમ કહી પોતાની બાઈકમાં પાછળ બેસાડ્યો હતો.

વધુ જુઓ ...
રાજકોટઃ રાજકોટ શહેરને (Rajkot city news) વધુ એક વખત શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. 13 વર્ષના છાત્રને દડો અપાવી દેવાના બહાને  સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય (molestation with minor boy) આચરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે પોલીસે (rajkot police) જુદા-જુદા શકમંદોને સકંજામાં લઇ ભોગ બનનાર બાળકને બતાવ્યા હતા. તો બીજી તરફ સમગ્ર મામલે આરોપીની શોધખોળ  સીસીટીવી ફૂટેજના (cctv footage) આધારે પણ કરવામાં આવી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સદર બજાર વિસ્તારમાં આવેલી સ્કૂલમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખામાં અને રમતગમત માટે રવિવારે તેર વર્ષના છાત્રને એક અજાણ્યા વ્યક્તિએ ચાલ તને ક્રિકેટ રમવા ટેનિસનો દડો લઈ અપાવું તેમ કહી પોતાની બાઈકમાં પાછળ બેસાડ્યો હતો.

ત્યારબાદ રાજકોટ શહેરના સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ પોસ્ટ મોર્ટમ રૂમ નજીક અવાવરૂ જગ્યાએ લઇ જઇ તેના હાથ દોરીથી બાંધી દીધા હતા. ત્યાર બાદ અજાણ્યા વ્યક્તિએ છાત્ર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. સમગ્ર ઘટના દરમિયાન છાત્ર એ હિંમત દાખવી હાથની પકડ છોડાવી હવસખોરને પથ્થર ફટકાર્યો હતો.

અજાણ્યા ઇસમને પથ્થર ફટકારી છાત્ર ત્યાંથી ભાગી જઈ પોતાના ઘરે પહોંચ્યો હતો. ઘરે પહોંચીને છાત્રાલય પોતાની સાથે થયેલ આ અંગે પરિવારજનોને જણાવ્યું હતું. સમગ્ર મામલે બાળકના પિતાની ફરિયાદ પરથી વિજય નામના વ્યક્તિ વિરુદ્ધ આઈપીસીની કલમ 363, 377, 506 ( 2 )તથા જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતાં કાયદાની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સમગ્ર મામલે પ્રદ્યુમન નગર પોલીસ મથકના પીઆઈ એલ. એલ. ચાવડા અને તેમની ટીમ દ્વારા મોડી રાત સુધી ભોગ બનનાર બાળકને પોતાની સાથે રાખી અલગ-અલગ શકમંદોને બતાવીને હવસખોરને ઓળખી કાઢવા માટે પ્રયાસ કર્યો હતો. તેમજ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે પણ હવસખોરને શોધી કાઢવા માટે કવાયત હાથ ધરી છે. ત્યારે હવસખોર હેવાન ક્યારે પકડાય છે તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં પણ યુવતીની છેડતીનો એક કિસ્સો સામે આવ્યો હતો. રામોલમાં 21 વર્ષીય પરિણીતા અને પતિ પરીવાર સાથે રહે છે અને મજુરી કામ કરી ગુજરાન ચલાવે છે. થોડા દિવસ પહેલાં 21 વર્ષીય યુવતી તેની મિત્ર સાથે કંસ્ટ્રક્શન સાઈટ પર મજુરી કામ કરવા માટે ગઈ હતી અને બપોરના સમયે એકલી કામ કરી રહી હતી. તે વખતે આ સાઈટનો સુપરવાઈઝરે યુવતી પર દાનત બગાડીને તેની નજીક આવ્યો હતો.

આ પણ વાંચોઃ- પતિએ ક્રૂરતાની હદ વટાવી! અમદાવાદઃ વિદેશમાં બેશીને વીડિયો કોલ ઉપર પત્ની પાસે 'ગંદુ કામ' કરાવી પતિ લેતો વિકૃત આનંદ

આ પણ વાંચોઃ-પતિ નીકળ્યો દગાબાજ તો 10 વર્ષ સુધી ન કર્યું સેક્સ, પત્નીએ વ્યક્ત કરી દર્દભરી કહાની

ત્યારબાદ યુવતીને બાથમાં પકડીને ધક્કો મારીને જમીન પર પાડી દીધી હતી. પછી યુવતીના કપડાં ઉતારવાની કોશીશ કરીને શારીરીક અડપલાં કરવાં લાગ્યો હતો. જો કે યુવતીએ પ્રતિકાર કર્યો હતો. તેમ છતા સુપરવાઈઝરે યુવતીને છોડી ન હતી.
Published by:ankit patel
First published:

Tags: Molestation, ગુજરાત, ગુનો, રાજકોટ

આગામી સમાચાર