Home /News /gujarat /

દારૂનાં દૈત્યને નાથવા માટે કચ્‍છમાં ૧૨ શખ્શો 'પાસા' હેઠળ જેલ હવાલે

દારૂનાં દૈત્યને નાથવા માટે કચ્‍છમાં ૧૨ શખ્શો 'પાસા' હેઠળ જેલ હવાલે

પ્રતિકાત્મક તસવીર

લોકસભા ચૂંટણી પહેલા જિલ્લા વહીવટીતંત્રનું મહત્વનું પગલું.

    કચ્છ: આગામી લોકસભાની ચૂંટણી મુકત વાતાવરણ અને ન્‍યાયી રીતે યોજાઇ શકે અને સાથો-સાથ લોકશાહીપર્વની આ પ્રક્રિયા દરમિયાન કયાંય કોઇ અસમાજીક તત્‍વો કોઇ અનિચ્‍છનીય હરકતને અંજામ ન આપી જાય તે માટે આગોતરી તકેદારી સ્‍વરૂપે જિલ્‍લા વહીવટીતંત્રની સાથે પોલીસ તંત્રે પણ કમર કસીને દારૂના દૈત્‍યને અસરકારક રીતે ડામવા જિલ્‍લામાં ગેરકાયદેસર રીતે થતી દારૂની હેરફેર, અસામાજીક પ્રવૃતિઓને નિયંત્રણમાં લેવા કચ્‍છમાં ૧૨ શખ્શો વિરૂધ્ધ ગુજરાત અસામાજીક પ્રવૃતિઓ અટકાયતની ધાક બેસાડતી ‘પાસા’ જેવી કડક કાર્યવાહી હાથ ધરાતાં દારૂની અસામાજીક પ્રવૃતિ કરતાં ઇસમોને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવતાં અસામાજીક પ્રવૃતિ કરતાં તત્‍વોમાં ફફડાટ ફેલાયો છે.

    આ ઉપરાંત આર્મ્‍સ એકટ, એટ્રોસિટી સહિતના ગુન્‍હાઓ સામે પણ તંત્ર દ્વારા ધાક બેસાડતું પાસાનું શસ્ત્ર ઉગામી અસામાજીક તત્વોને જેલ હવાલે કરી દેવાયાં છે.

    જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ રેમ્‍યા મોહન દ્વારા કચ્‍છમાં સામાજીક માહોલને બગાડતી આવી કોઇપણ અસસામાજીક પ્રવૃતિ અટકાવવા વ્‍યાપક પગલાંઓ અને કડક કાર્યવાહી હાથ ધરીને અસામાજીક પ્રવૃતિ સામે ધાક બેસાડતી કાર્યવાહી કરવામાં આવી છે.

    ભુજની લોટસ કોલોનીના રહેવાસી ઇબ્રાહિમ હાસમ કેવર સામે પાસાની કાર્યવાહી કરી અમદાવાદ મધ્યસ્થ જેલના સળિયા પાછળ ધકેલી દેવા સાથે ભચાઉના હિંમતપુરા વિસ્તારના રહેવાસી રજાકશા આમદશા શેખ અને ભચાઉના સર્વોદય સોસાયટીના રહેવાસી હિતેષ સામજીભાઈ મકવાણા ઉપરાંત નખત્રાણા તાલુકાના ચાવડકાના રહેવાસી જીવુભા સાંગાજી જાડેજા તેમજ ચાવડકાના દુજુભા સાંગાજી જાડેજા, અબડાસા તાલુકાના કંકાવટીના રહેવાસી ભોજુભા ડુંગરસિંહ સોઢા, અબડાસા તાલુકાના ખાનાયના રાસુભા તગજી સોઢા અને ભચાઉ વિસ્તારમાં ઇંગ્લીશ દારૂનો સંગ્રહ, વેંચાણ અને હેરફેરની ગેરકાયદેસરની ખુલ્લેઆમ પ્રવૃતિ કરતાં વારાહી તા.સાંતલપુરના અયુબખાન ઇસબખાન (યુસુબખાન) જત મલેક સામે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પાસાનું શસ્ત્ર ઉગામી જેલ હવાલે કરી દેવાયાં છે.

    ભુજના સંજોગનગરના ઇમરાન ઉર્ફે પપ્પુડો મહમદ હુસેન સુમરા સામે વિવિધ ગુન્હા અને આર્મ્સ એકટ કલમ-રપ(૧)એ અને રપ(૧)બી વિગેરે મુજબ પાસા અંતર્ગત જેલ મોકલી દેવાયાં છે. ગળપાદર તા. ગાંધીધામના શિવરાજસિંહ મદનસિંહ શેખાવત સામે પણ પ્રોહીબિશન હેઠળના ગુનાઓ સબબ તો ભુજના સંજોગનગરના નિઝામ અબ્દુલગની મોગલ સામે ઇપીકો તથા એટ્રોસીટી એકટ હેઠળના ગુનાઓ પોલિસ દફતરે નોંધાયેલા હોઇ, તેમજ ભુજના એરપોર્ટ રોડ, ગાંધીનગરીના અબ્દુલ કાસમ બજાણીયા સામે ૨૦૧૬ થી ૨૦૧૯ દરમિયાન ઇપીકો તથા એટ્રોસીટી એકટ હેઠળના ગુનાઓ પોલિસ દફતરે નોંધાયેલા હોઇ પાસાની કાર્યવાહી બાદ જેલ હવાલે મોકલી દેવાયાં છે.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Anti-social activity, Kutch, Lok sabha polls, PASA, ગુજરાત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन