રાજકોટ :108ને એક દિવસમાં 300થી વધુ અને ખાનગી એમ્બ્યુલન્સને 200થી વધુ ફોન, દર ચારથી પાંચ મિનિટ એક કોલ રણકે છે

રાજકોટ :108ને એક દિવસમાં 300થી વધુ અને ખાનગી એમ્બ્યુલન્સને 200થી વધુ ફોન, દર ચારથી પાંચ મિનિટ એક કોલ રણકે છે
રાજકોટ : 108ને એક દિવસમાં 300થી વધુ અને ખાનગી એમ્બ્યુલન્સને 200થી વધુ ફોન

કોરોનાનો કહેર : સ્થિતિ એટલી ભયાનક બની જવા પામી છે કે શહેરમાં દર 4 થી 5 મિનિટે એક એમ્બ્યુલન્સ કોલ થઈ રહ્યો છે

  • Share this:
રાજકોટ : રાજકોટ શહેરનો એક પણ વિસ્તાર એવો નહીં હોય જ્યાં એમ્બ્યુલન્સનું સાયરન ન સંભળાતું હોય. પ્રથમ વેવ કરતાં પણ બીજા તબક્કામાં હાલત ખરાબ હોવાનો વધુ એક પૂરાવો સામે આવ્યો છે. 108 ને બે દિવસમાં 600થી વધુ અને ખાનગી એમ્બ્યુલન્સને પણ 200થી વધુ ફોન આવ્યા છે. રાજકોટમાં અત્યારે કોરોના બેફામ રંજાડ મચાવી રહ્યો છે અને શહેરની સિવિલ સહિત એક પણ હોસ્પિટલ એવી નહીં હોય કે જ્યાં દર્દીને દાખલ કરવા માટેની જગ્યા હશે. સ્થિતિ એટલી ભયાનક બની જવા પામી છે કે શહેરમાં દર 4 થી 5 મિનિટે એક એમ્બ્યુલન્સ કોલ થઈ રહ્યો છે.

છેલ્લા બે દિવસમાં 108 અને ખાનગી એમ્બ્યુલન્સને 700થી વધુ કોલ આવ્યા હોવાનું બહાર આવતાં રીતસરનો ફફડાટ ફેલાઈ ગયો છે. અત્યારે શહેરનો એક પણ વિસ્તાર એવો નહીં હોય કે જ્યાં એમ્બ્યુલન્સનું સાયરન સંભળાતું નહીં હોય અને આ સાયરન સાંભળીને ભલભલાના મનમાં ડર ફેલાતાં ક્ષણભરની વાર પણ લાગતી નથી. રાજકોટ શહેરમાં પ્રથમ વેવ કરતાં બીજો વેવ કેટલો ભયાનક છે તેનો વાત આ ઈમરજન્સી કોલ પરથી જ આવી જાય છે.



108 એમ્બ્યુલન્સની વાત કરવામાં આવે તો તેને બે દિવસમાં જ 600થી વધુ કોલ આવ્યા છે. આ સેવાના અધિકારીઓએ જણાવ્યું કે આ આંકડો માત્ર કોવિડ દર્દીઓને જ હોસ્પિટલે લઈ ગયા તેનો છે. અમને ફોન આવે એટલે અમારે દર્દીને કેટલો તાવ છે, શ્વાસ લેવામાં તકલીફ પડે છે કે નહીં, શરદી, ઉધરસ, માથું દુ:ખવું એમ છ લક્ષણો ચેક કરવાના હોય છે અને જો આમાંથી ત્રણ લક્ષણો પણ દેખાય એટલે અમે તેને શંકાસ્પદ ગણીને હોસ્પિટલે લઈ જઈએ છીએ. જોકે આ ત્રણ લક્ષણો દેખાયાનાં દર્દીઓની સંખ્યા તો ઘણી થવા જશે પરંતુ કોવિડના જ દર્દીઓને હોસ્પિટલે લઈ ગયાના 500થી વધુ કોલ એટેન્ડ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો - અમદાવાદ : કોરોનાના કેસમાં વધારાથી આર્યુવેદ અને હોમીઓપેથી દવાની માંગમાં ફરી 30 ટકાનો વધારો

ખાનગી એમ્બ્યુલન્સ સંચાલકોએ જણાવ્યું કે અમને દર્દીના પરિવારજનનો ફોન આવે એટલે અમે તુરંત પહોંચી જઈએ છીએ અને પછી દર્દી જે હોસ્પિટલમાં કહે ત્યાં તેને પહોંચાડવામાં આવે છે. હાલ મોટાભાગના દર્દીઓ ખાનગી હોસ્પિટલ તરફ જ જવાનો આગ્રહ રાખતાં હોવાથી છેલ્લા બે દિવસમાં 200થી વધુ દર્દીઓને અમારી એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યા છે.

108 સેવાના પ્રોગ્રામિંગ ડાયરેક્ટર મીલન પટેલે જણાવ્યું હતું કે માર્ચ અને ત્યાર પછી એપ્રિલના 7 દિવસની અંદર કોરોનાના કેસમાં સતત વધારો થવાને કારણે ફોન પણ વધી જતાં સરકાર દ્વારા બે એમ્બ્યુલન્સ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી શહેરમાં 25 એમ્બ્યુલન્સ દોડતી હતી જેમાં બેનો વધારો થતાં કુલ 27 એમ્બ્યુલન્સ કાર્યરત છે અને રાજકોટ શહેર અને જિલ્લામાં કોઈ પણ સ્થળે 20 મિનિટની અંદર પહોંચવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે.
Published by:Ashish Goyal
First published:April 08, 2021, 16:31 pm

ટૉપ ન્યૂઝ