Home /News /gujarat /

હળવદ : શેરડીના રસના ચિચોડામાં 10 વર્ષના બાળકનો હાથ કચડાઈ ગયો, અરેરાટી ભર્યા દ્રશ્યો

હળવદ : શેરડીના રસના ચિચોડામાં 10 વર્ષના બાળકનો હાથ કચડાઈ ગયો, અરેરાટી ભર્યા દ્રશ્યો

હળવદ : શેરડીના રસના ચિચોડામાં 10 વર્ષના બાળકનો હાથ કચડાઈ ગયો, અરેરાટી ભર્યા દ્રશ્યો

બાળક રસ કાઢી રહ્યો હતો તે વેળાએ હાથ મશીનમાં આવી જતા કાંડા સુધી હાથ કચડાઇ ગયો

    અતુલ જોશી, મોરબી : હળવદમાં શેરડીના રસના ચિચોડામા 10 વર્ષના બાળકનો હાથ આવી જતાં હાથ કચડાઈ છે. હળવદની મોરબી ચોકડી ખાતે આવેલ રસના ચિચોડામાં 10 વર્ષનો બાળક કામ કરી રહ્યો હતો. સાંજના સમયે બાળક રસ કાઢી રહ્યો હતો તે વેળાએ હાથ મશીનમાં આવી જતા કાંડા સુધી હાથ કચડાઇ ગયો હતો. અરેરાટી ભર્યા દ્રશ્યો સામે આવ્યા હતા. જેની તસવીર બતાવી શકાય તેમ નથી. બાળકને ઓપરેશન માટે મોરબી ક્રિષ્ના હોસ્પિટલમાં દાખલ કરાયો છે. આ બનાવને પગલે બચપન બચાઓ આંદોલન મેદાને આવી ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી છે.

    હળવદમા રસના ચિચોડામાં બાળમજૂરી થતી હોવાનુ સામે આવ્યું છે. સાંદિપની હોસ્ટેલ સામે રહેતા ગરીબ પરીવારના માસુમ બાળકને ચિચોડાના કારણે આજીવન અપંગતા વેઠવાનો વારો આવ્યો છે. આ બનાવ ધ્યાને આવતા બચપન બચાવો આંદોલનના ગુજરાતના સ્ટેટ કો-ઓર્ડીનેટર દામીનીબેન પટેલે બનાવની વિગતો સાથે હળવદ પોલીસ, મોરબી એસ.પી, મોરબી કોર્ટ તેમજ કલેક્ટરને જાણ કરી છે. હળવદ પોલીસ વિભાગે આ બનાવ બાબતે કાયદેસર કાર્યવાહી શરુ કરી દીધી છે.

    આ પણ વાંચો - રાજ્યમાં કોરોના વાયરસે ફરી વધારી ચિંતા, અમદાવાદ, સુરતમાં રાખવી પડશે તકેદારી

    શેરડીના ચિચોડાના માલિક વિરુદ્ધ ફરીયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે આ બનાવમાં લાપરવાહી, જીવનું જોખમ IPC મુજબ,જુવેનાઇલ જસ્ટીસ કાયદો, 2015ની કલમ 79,75 બાળ મજૂરી (પ્રતિબંધ અને નિયમન) કાયદો,1986 ની કલમ 3,અને 14 તથા બાળકના કામના કલાકો કરતા પણ વધુ સમય કામ કરાવવું. આ સિવાય ન્યૂનતમ વેતન કરતા ઓછુ વેતન આપવું, આવી પરિસ્થિતિનો સમાવેશ મજૂરીની વ્યાખ્યામાં થતો હોય જેથી મજૂરી પ્રથા નાબૂદી અધિનિયમ 1976 મુજબ આ બધી બાબતો ફરીયાદમાં જોડવામાં આવે તેવી દામીનીબેન પટેલ દ્ધારા માંગ કરવામાં આવી છે.

    હળવદ પોલીસે પણ આવા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા તેમજ બાળ મજૂરી હેઠળ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Halvad, Latest gujarati news, Latest News, Latest today news, ગુજરાતી ન્યૂઝ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन