રાજકોટ: શહેરમાં (Rajkot news) એક ચોંકાવનારો અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. એ ડિવિઝન પોલીસ સ્ટેશન (A division police station, Rajkot) વિસ્તારમાં રહેતી એક સગીરાએ (minor suicide) ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. 10 વર્ષીય સગીરાએ આપઘાત કરી લેતા પરિવારજનો પર જાણે કે આભ ફાટી પડ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ન્યુ જાગનાથમાં કરિશ્માબેન કરણભાઈ સોની ( નેપાળી ) પરિવારની માસૂમ દીકરીએ બાથરૂમમાં ગળાફાસો ખાઈ લીધાનો બનાવ સામે આવ્યો છે. માતાએ જ્યારે પોતાની પુત્રીને લટકતી હાલતમાં જોતા તેમના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. તાત્કાલિક અસરથી વ્હાલસોયી પુત્રીને હોસ્પિટલ ખસેડાતા હોસ્પિટલ પર હાજર રહેલા તબીબોએ કરિશ્માને મૃત જાહેર કરી હતી.
સમગ્ર મામલાની જાણ એ ડિવિઝન પોલીસને થતાં પોલીસ કાફલો પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. ત્યારબાદ જરૂરી પંચનામાની કાર્યવાહી પણ પોલીસ દ્વારા પૂર્ણ કરી લેવામાં આવી હતી. તેમજ કરિશ્માના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પીએમની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કરિશ્માના દેહને તેના પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો.
પોલીસ વિભાગમાંથી મળતી માહિતી મુજબ મૃતક બાળકીના પિતા રાજકોટ શહેરમાં સની પાજી દા ઢાબામાં કુક તરીકે કામ કરે છે. મૃતક કરિશ્મા બે ભાઈ અને બે બહેનમાં સૌથી મોટી હતી. આપઘાત કરતા પૂર્વે બાળકીની માતાએ બાળકીને પોતાના પિતાને ટિફિન આપવા જવાનું કહ્યું હતું. જે બાબતે બંને મા-દીકરી વચ્ચે થોડીક બોલાચાલી પણ થઈ હતી. ત્યારે પરિવારજનો ને શંકા છે કે મા-દીકરીની બોલાચાલીના કારણે બાળકીએ આત્મહત્યા કરી હોય.
જોકે ખરા અર્થમાં આપઘાત પાછળનું સાચું કારણ શું છે તે જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે. ત્યારે પોલીસ તપાસમાં આપઘાત મામલે ક્યું કારણ સામે આવે છે તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર