ગોંડલ માર્કેટ યાર્ડમાં ધાણાની એક લાખ ગુણીથી વધારે આવક

ગોંડલ માર્કેટ યાર્ડમાં ધાણાની એક લાખ ગુણીથી વધારે આવક
ગોંડલ માર્કેટ યાર્ડમાં ધાણાની એક લાખ ગુણીથી વધારે આવક

ધાણા ખરીદવા માટે વેપારીઓ જુદા -જુદા રાજયમાંથી આવે છે, હાલ ધાણાના 20 કિલોના ભાવ 1250 થી 1550 સુધી મળી રહ્યા છે

  • Share this:
રાજકોટ : ધાણાનું હબ ગણાતા ગોંડલ માર્કેટયાર્ડના આજ રોજ ધાણાની આવક શરૂ કરવામાં આવી હતી. પ્રથમ દિવસે જ ધાણાની આશરે 1 લાખ ગુણીથી વઘારે આવક નોંધાઇ છે. ધાણામાં ઈગલ, સ્કુટર, બદામી, સિંગલ પેરેટ, ડબલ પેરેટ જેવી વેરાઇટીઓ આવે છે. હાલ ધાણાના 20 કિલોના ભાવ 1250 થી 1550 સુધી મળી રહ્યા છે.

ગોડલ માર્કેટ યાર્ડમાં ધાણાની આવક સૌરાષ્ટ્ર ભરમાંથી થાય છે. ખેડૂતોને પુરતા ભાવ મળે છે તેમજ ધાણા ખરીદવા માટે વેપારીઓ જુદા -જુદા રાજયમાંથી આવે છે. ખેડૂતોનો માલ બગડે નહી તેથી સમયસર તોલ થઇ જાય અને માલનો વધારેમાં વઘારે નિકાલ થાય તેની પુરતી તકેદારી માર્કેટિંગ યાર્ડ દ્વારા રાખવામાં આવે છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં સારી માલ આવકોથી દરેક વર્ગને પુરતા પ્રમાણમાં રોજગારી મળી રહી છે.આ પણ વાંચો - લગ્નની સિઝનમાં જ સોનાના ભાવમાં ભડકો, આગામી દિવસોમાં સોનાનો ભાવ 50,000 પહોચશે!

ઉલ્લેખનીય છે કે ડુંગળીની સિઝનમાં પણ ગોંડલ યાર્ડમાં ખૂબ મોટા પ્રમાણમાં ડુંગળીની આવક નોંધાઇ હતી અને ગોંડલની ડુંગળી ખરીદવા સૌરાષ્ટ્ર કે ગુજરાતના જ નહીં પણ અન્ય રાજ્યો માંથી વેપારીઓ ગોંડલ આવ્યા હતા. ત્યારે હવે યાર્ડમાં ધાણાની આવકથી ખેડૂતો અને વેપારીઓને સારા ભાવ મળી રહે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે. આ વર્ષે ઉનાળુ પાક સારા થવાની આશા છે ત્યારે ખેડૂતો પણ તેના પાક ના ભાવ સારા મળે તેની રાહ જોઈ રહ્યા છે.
First published:March 06, 2020, 21:11 pm