Home /News /gujarat /કચ્છ-સૌરાષ્ટ્રમાં વરસાદે બોલાવી સટાસટી! નદીઓમાં ઘોડાપુર, ચેકડેમ ઓવરફ્લો, જુઓ ક્યાં કેવી સ્થિતિ?

કચ્છ-સૌરાષ્ટ્રમાં વરસાદે બોલાવી સટાસટી! નદીઓમાં ઘોડાપુર, ચેકડેમ ઓવરફ્લો, જુઓ ક્યાં કેવી સ્થિતિ?

કચ્છ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ

Kutch-Saurashtra Heavy rain : કચ્છ અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા મનમુકીને હેત વરસાવી રહ્યા છે. અમરેલી, જુનાગઢ, રાજકોટ, મોરબી, સહિત કચ્છમાં ભારે વરસાદને પગલે ક્યાં નદીઓમાં ઘોડાપુર આવ્યું તો ક્યાંક ચેક ડેમ છલકાયા.

Kutch-Saurashtra Heavy Rain : સૌરાષ્ટ્રમાં આજે વરસાદે સટાસટી બોલાવી છે, જ્યાં જુઓ ત્યાં પાણી પાણીના દ્રશ્યો જોવા મળ્યા છે. મેઘરાજાએ મનમુકીને જબરદસ્ત હેત વરસાવ્યું છે. જોકે, સૌરાષ્ટ્ર અનેક કચ્છને હજુ 48 કલાક રાહત નથી મળવાની કારણ કે હવામાન વિભાગે બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે.

ક્યાં કેવી સ્થિતિ?


અમરેલી જિલ્લાની અનેક નદીમાં ઘોડાપુર


અમરેલી જિલ્લાના ઢૂંઢિયા પીપળીયા નદીમાં આવ્યું ઘોડાપુર. વડીયામાં આવેલ નદીનો ચેકડેમ થયો ઓવરફ્લો, ધોળવારોડ ઉપર આવેલ ચેકડેમ થયો ઓવરફ્લો, વડીયાથી પસાર થતી ઢૂંઢિયા પીપળીયાની નદીમા ઘોડાપુર. ચેકડેમ ભરાઈ જતા ખેડૂતોને થશે ફાયદો થશે. અમરેલીના વડિયા સુરવો ડેમમાં પણ થઈ પાણી આવક, સુરવોડેમ 70% ભરાતા તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરાયું છે. નીચણાવાળા વિસ્તારો કે નદીના પટમાં ન જવા માઇક એલાઉન્સ કરી જાહેરાત કરવામાં આવી છે. વડિયા શહેર તેમજ પંથકમાં મેઘ મહેર છે યથાવત, ધીમીધારે મેઘમહેર ગત રાત્રિથી યથાવત છે.

ગિરનાર પર્વત પર 6 ઈંચ વરસાદ


તો જૂનાગઢ જિલ્લામાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. મજેવડી ગેટથી રેલવે સ્ટેશન સુધી રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. રોડ પર બે ફૂટ સુધી વરસાદી પાણી ભરાયાં છે. જિલ્લામાં સતત અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ચાર કલાકમાં ચાર ઈંચ વરસાદ ખાબક્યો છે. તો ગિરનાર પર્વત પર 6 ઈંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદ બાદ દામોદર કુંડમાં ભારે પૂર જેવી સ્થિતિ છે. ભારે વરસાદથી હસ્નાપુર ડેમ પણ ઓવરફ્લો થયો છે. જૂનાગઢ શહેરમાં પણ સાર્વત્રિક વરસાદ છે. કાળવા વોંકળો બે કાંઠે વહેતો થયો હતો, વિલિંગ્ડન ડેમ ફરીવાર ઓવરફ્લો થયો છે. શહેરની મધ્યમાં આવેલ નરસિંહ મહેતા સરોવર ફરીવાર ઓવરફ્લો, આસપાસના રહેણાંક વિસ્તારમાં જમીનમાં પાણીના સ્તર ઉંચા આવતાં પાણીની સમસ્યા ટળી છે.

રાજકોટના જેતપુરમાં દે ધનાધન વરસાદે મુશ્કેલી સર્જી


તો રાજકોટના જેતપુરમાં દે ધનાધન વરસાદે મુશ્કેલી સર્જી છે, નીચાણવાળા અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. સવારથી જ જેતપુરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા જળભરાવની સ્થિતિ સર્જાઈ છે. ચાર ઈંચ જેટલો વરસાદ ખાબકતા જેતપુરના મોટાભાગના વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે. નવાગઢ ઈદગાહ વિસ્તાર જળબંબાકાર બન્યો છે. એટલી હદે વરસાદ વરસ્યો કે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે. 15થી 20 મકાનમાં પાણી ઘૂસી જતાં લોકોને ભારે હાલાકી પડી છે. કેટલાક વિસ્તારોમાં તો લોકોના ઘર ઘર ન રહેતા પાણીના હવાલે થઈ ગયા છે. તંત્ર દ્વારા કોઈ નક્કર પગલા લેવામાં ન આવતા લોકો રોષ ભભૂકી ઉઠ્યો હતો. ભારે વરસાદ ને લઈ નદીઓ પણ ગાંડી તુર થઈ છે. પેઢલા પાસે આવેલ કેન્દ્રીય વિધાલય નો પુલ પાણીમા ગરકાવ થયો છે. પુલ પાણી મા ગરકાવ થતા 500 વિદ્યાર્થી ઓં અને 200 વાલીઓ સ્કૂલ મા આચાર્ય દ્વવારા તમામ બાળકો ને સાવચેતી ના ભાગ રૂપે સ્કૂલ માંજ રાખવામાં આવ્યા, અમુક વાલીઓ પોતાના બાળકો ને જીવના જોખમે ગાડાં રસ્તે થી ઘરે લઈ જઈ રહ્યા છે. તંત્ર દ્વવારા પુલ ઉંચો લેવા માટે મંજૂરી મળી ગયેલ હોઈ છતાં પણ પુલ નુ કામ શરૂ કરવામાં નો આવતા વિદ્યાર્થી ઓને કરવો પડેછે પરેશાની નો સામનો કરવો પડ્યો હતો. દર ચોમાસા મા પાણીમાં ગરક થઈ જાય છે સ્કૂલે જવાનો પુલ, વાલીઓ ની માંગ તાત્કાલિક ઉંચો પુલ બનાવવાની છે. જેતપુર તાલુકાના ખીરસરા ગામે પણ નદી માં આવ્યું ઘોડાપુર, ખીરસરા થી વાડસડા જવાનો રસ્તો થયો બંધ, વાહનવ્યવહાર ખોરવાયો છે.

ધોરાજીમાં ભારે વરસાદથી ઘણા વિસ્તારો પાણી પાણી


આ બાજુ ધોરાજીમાં ભારે વરસાદથી ઘણા વિસ્તારો પાણી પાણી થઈ ગયા છે. ધોરાજીની સફુરા નદીમાં ઘોડાપૂર સર્જાયું છે. નદીમાં પૂર, સફુરા કોઝ વે પાણીમાં ગરકાવ થયો છે. શહેરનો પંચનાથ મંદિરનો કોઝ વે પાણીમાં ગરકાવ છયો છે. ખેડૂતો, મંદિરે જવાનો રસ્તો બંધ થઈ ગયો છે. જો ધોરાજીમાં ભાદર-2 ડેમ ફરી ઓવરફ્લો થયો છે. ડેમનો 1 ગેટ 1 ફૂટ, 1 ગેટ અડધો ફૂટ ખોલાયો, જેમના પગલે ભાદર-2ના નીચાણવાળા 37 ગામોને એલર્ટ કરાયા છે. ધોરાજીના 4, ઉપલેટાના 15 ગામોને એલર્ટ કરાયા, કુતિયાણાના 10, માણાવદરના 4 ગામોને એલર્ટ કરાયા, પોરબંદરના 4 ગામોને સચેત કરાયા. લોકોને નદી પટ સુધી ન જવા તાકીદ કરવામા્ં આવી છે.

મોરબીમાં ભારે વરસાદથી વાહનવ્યવહાર અટવાયો


જો મોરબીની વાત કરવામાં આવે તો, મોરબીમાં ફુલકી નદી બે કાંઠે વહેતી થઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદથી ફુલકી નદીમાં પૂર જેવો માહોલ છે. જામનગર-માળિયા હાઈવે પર વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે. જામનગર માળિયા હાઈવે પર વાહનોની કતાર લાગી હતી. કોઝવે પર ઓવરબ્રિજનું કામ પૂર્ણ ન થતા સમસ્યા સર્જાઈ હતી. સિઝનમાં બીજી વખત વાહન વ્યવહાર ખોરવાયો છે. તો મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. આગાહી ને પગલે વરસાદ ચાલુ છે. મોરબીના શનાળા, રાજપર, રવાપર, લિલાપર, લાલપર, મકનસર, રફાળેશ્વર, નીચી માંડલ, ઉચી માંડલ, આંદરના, સોખડા, જેતપર સહિતના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે. ટંકારા અને માળિયાના ગ્રામ્ય પંથકમા પણ વરસાદી માહોલ છે.

આ પણ વાંચોરક્ષાબંધનના બે દિવસમાં જ હચમચાવતી ઘટના, પાંચ ભાઈઓએ ભેગા થઈ બહેન અને તેના પ્રેમીની કરી હત્યા

કચ્છમાં અનેક જગ્યા તારાજીના દ્રશ્યો


કચ્છમાં પણ આગાહી મુજબ વરસી રહ્યો છે વરસાદ, રાપરના બાલાસર-જાટાવાડા વચ્ચે પુલ બેસી ગયો હતો. ભારે વરસાદના પગલે પુલને પહોંચ્યું નુકશાન, પુલ બેસી જતા વાહનવ્યવહાર અવરોધાયો હતો. રાત્રિથી રાપર તાલુકામાં વરસી રહ્યો છે વરસાદ. આ બાજુ કચ્છના નખત્રાણાના વાલકા પાસે નદી બે કાંઠે આવી છે. ભારે વરસાદના કારણે પુલ ઉપર નદીના પાણી વહી નીકળ્યા છે. નદીમાં પાણી આવતા મેઘપર જવાનો માર્ગ બંધ થયો હતો. નદીની બંને તરફ વાહનો અટવાયા છે. તો ભૂજના કુરનમાં પાપડી તૂટી પડી છે. ભારે વરસાદને કારણે પાપડી તૂટી, પાપડીનું ધોવાણ થતા માર્ગ બંધ થયો છે. નદીના ધસમસતા પ્રવાહને કારણે પાપડી તૂટી, અવરજવરમાં લોકોને હાલાકી ભોગવવી પડી છે. કચ્છમાં અનેક જગ્યાએ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. નદીમાં પૂર આવતા માર્ગ બાલાપર-નરેડી વચ્ચેનો માર્ગ બંધ થયો છે. નદીના પાણી માર્ગ પર ફરી વળતા 6 ગામો સંપર્ક વિહોણા થયા છે. કચ્છમાં હજુ પણ અતિ ભારે વરસાદની આગાહી કરાઇ છે.
First published:

Tags: Kutch Latest News, Kutchh News, Saurashtra news, Saurashtra Rains, કચ્છ સમાચાર, ગુજરાતમાં વરસાદ, ભારે વરસાદ, સૌરાષ્ટ્ર