મેહુલ સોલંકી, કચ્છ : એક તરફ સમગ્ર કચ્છ (Kutch) સહિત રાજ્ય જનમાષ્ટમીના તહેવારની (Janamashmti) ઉજવણી કરી રહ્યુ છે ત્યારે કચ્છમાં એક કરૂણ ઘટના સામે આવી છે. કચ્છના સાંસદ (Kutch MP) અને ભારતીય જનતા પાર્ટી ગુજરાતના મહામંત્રી વિનોદ ચાવડાના (Vinod Chavda) ભાણેજનો કારમાંથી ગોળી લાગેલી (Kutch MP Nephew Death) હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. ઘટનાની જાણ થતા પોલીસ (Kutch Police) કાફલો ઘટના સ્થળે ધસી આવ્યો છે. પ્રાથમિક રીતે આ ઘટના આત્મહત્યા હોવાનું (Suicide) અનુમાન છે.
બનાવની વિગતો એવી છે કે આજે કચ્છના નખત્રાણાના કોટડા-જડોદર જવાના રસ્તા પરથી સફેદ કલરની હોન્ડા કારમાંથી એક યુવક શંકાસ્પદ રીતે મૃત હાલતમાં મળી આવ્યો હતો. આ ઘટનાની જાણ થતા ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળે ઘસી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. દરમિયાન આ મૃતક યુવક કચ્છ સાંસદ વિનોદ ચાવડાનો ભાણેજ હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસની પ્રાથમિક તપાસમાં યુવકે આત્મહત્યા કરી હોવાની આશંકા છે. કારણ કે યુવકના શરીરમાંથી ગોળીનું નિશાન મળી આવ્યું છે. પોલીસને આ મામલે આત્મહત્યાની જ આશંકા લાગી રહી છે. મૃતક યુવક અક્ષય લોંચા હોવાનું સામે આવ્યું છે જે ભાજપના પ્રદેશ મહામંત્રી અને કચ્છના સાંસદ વિનોદ ચાવડાનો ભાણેજ હતો.
પોલીસે આ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરી અને ઘટના સ્થળેથી તપાસ શરૂ કરી હતી. પ્રાપ્ત અહેવાલો મુજબ આ ઘટના આજે બપોરની છે ત્યારે પોલીસને મૃતકના છાતીના ભાગે ગોળી લાગવાનું નિશાન મળ્યું છે. જોકે, અક્ષયની મૃત્યુનું સાચું કારણ પોલીસ તપાસમાં જ આવશે પરંતુ હાલ તો સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે અને પોસ્ટમોર્ટમની કાર્યવાહી શરૂ છે.
આ મામલે પ્રાપ્ત અહેવાલો મુજબ મૃતકે જાતે ગોળી મારીને આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે જોકે, પોલીસે હજુ સુધી પત્રકારોને આ મામલતે સત્તાવાર નિવેદન આપ્યું નથી પરંતુ સૂત્રોના મતે આ ઘટના આત્મહત્યા હોવાની પ્રબળ શક્યતા છે. જોકે્ સત્ય તો તપાસના અંતે બહાર આવશે ત્યારે સમગ્ર જિલ્લામાં આ ઘટનાના પડઘા પડ્યા છે અને હાહાકાર મચી ગયો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર