Home /News /gujarat /કુંવરજી બાવળિયાએ વાવેલા 'આંબા'ની કેરીઓ ભાજપ લોકસભામાં લણશે

કુંવરજી બાવળિયાએ વાવેલા 'આંબા'ની કેરીઓ ભાજપ લોકસભામાં લણશે

આગામી લોકસભાની ચૂંટણી-2019માં કોળી પ્રભાવિત ચાર લોકસભા બેઠક પર કુવંરજી બાવળીયા કિંગ મેકર સાબિત થાય તો નવાઇ નહીં.

આગામી લોકસભાની ચૂંટણી-2019માં કોળી પ્રભાવિત ચાર લોકસભા બેઠક પર કુવંરજી બાવળીયા કિંગ મેકર સાબિત થાય તો નવાઇ નહીં.

  ન્યૂઝ18 ગુજરાતી :

  સરકાર ભારતીય જનતા પાર્ટીની રાજ્યમાં સરકાર હોય અને એક કુંવરજી બાવળીયા જેવા મજબૂત ઉમેદવાર તેમના હોમ ટાઉનમાંથી પેટા ચૂંટણી લડતા હોય ત્યારે સામાન્ય સંજોગોમાં કોઇ સ્પર્ધા રહેતી નથી. પેટા ચૂંટણીમાં કુંવરજીભાઇ બાવળીયાની જીત થઇ છે અને તેમણે જસદણનો ગઢ અકબંધ જાળવી રાખ્યો છે.

  પેટા ચૂંટણી સમગ્ર રાજ્યમાં ખૂબ ગાજી પણ સ્થાનિક લોકોને આ વિશે ખાસ કોઇ ચિંતા નહોતી. કુંવરજી બાવળીયાએ કોંગ્રેસનાં ઉમેદવાર અવસર નાકિયાને આસાનીથી હરાવી દીધી.

  ન્યૂઝ18 ગુજરાતી.comએ જસદણમાં સ્થાનિક લોકો સાથે વાત કરી અને જાણવાનો પ્રયાસ કર્યો કે, શા માટે કુંવરજી બાવળીયા લોકપ્રિય છે ?

  જસદણનાં સ્થાનિક રહેવાસી પંકજ મહેતાએ ન્યૂઝ18 ગુજરાતીને જણાવ્યું કે, સામાન્ય રીતે જસદણ વિધાનસભા બેઠકમાં કોળી મતદારો વધારે હોવાથી તેને કોળી બેઠક કહેવામાં આવે છે પણ કુંવરજીભાઇ બાવળીયા એ સૌનાં ઉમેદવાર છે અને તેઓ પોતે ખુબ વિનમ્ર છે અને ડાઉન ટૂ અર્થ છે. તેમની વિન્રમતા અને સૌનાં સારા-નરસા પ્રસંગે ઉભા રહેનારા કુંવરજીભાઇની લોકપ્રિયતાને હજુ આંચ નથી આવી”.

  કુંવરજી બાવળીયાનું કોંગ્રેસ છોડીને ભાજપમાં આવવું એ સૌરાષ્ટ્ર્નાં અન્ય પછાત વર્ગોનાં રાજકારણમાં મહત્વની ભૂમિકા ભજવશે અને ખાસ કરીને આગામી લોકસભાની ચૂંટણી (2019ની લોક સભા ચૂંટણી)માં કોળી પ્રભાવિત ચાર લોકસભા બેઠક પર કુવંરજી બાવળીયા કિંગ મેકર સાબિત થાય તો નવાઇ નહીં.

  કુંવરજી બાવળીયાના ખુબ નજીકનાં ટેકેદારે નામ ન આપવાની શરતે કહ્યું કે, ભાજપ આગામી લોકસભામાં પણ ગુજરાતની તમામ (26 બેઠકો) જાળવી રાખવા પ્રયાસ કરશે. જેમાં સૌરાષ્ટ્રનો ગઢ સાચવવા માટે મજબૂત કોળી નેતાની ભૂમિકામાં કુંવરજી બાવળીયા હશે.

  જસદણનાં અન્ય એક રહેવાસી ગિરીશ ડેરવાળીયાએ જણાવ્યું કે,કુંવરજી બાવળીયાએ તેમના જાહેર જીવનકાળમાં ખૂબ આંબા વાગ્યા છે હવે ભાજપ તેના કેરીઓ લણશે.  આ સિવાય, કુંવરજી બાવળીયાને સરકારમાં મહત્વનું સ્થાન મળ્યું છે. કોળી સમાજનો સરકારમાં અવાજ બનશે તેવી પણ લાગણી સમાજમાં પહોંચી. સૌરાષ્ટ્રમાં ભાવનગર, સુરેન્દ્રનગર, જુનાગઢ અને રાજકોટ લોકસભા બેઠક પર કોળી મતદારોનું પ્રભુત્વ છે. સ્વચ્છ છબી અને સામાન્ય માણસોની પડખે ઉભા રહેવાની તેમની ખેવનાએ તેમના રાજકારણનાં પાયા મજબૂત રાખ્યા છે”  

  સ્થાનિક લોકોએ એમ પણ જણાવ્યું કે, કુવંરજી બાવળીયા જ્યારથી ગુજરાતનાં મંત્રીમંડળમાં જોડાયા ત્યારથી જસદણ અને વિંછીયા વિસ્તારમાં વિકાસનાં કામોએ ગતિ પકડી છે.  અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લામાં આવેલા જસદણ અને વિછીંયા વિસ્તાર વરસાદ આધારિત ખેતી પર નભતો વિસ્તાર છે. ખેતી અને ખેતમજુરી એ મુખ્ય કામ છે પણ છેલ્લા ત્રણ મહિનામાં જસદણ-વિછીંયામાં 150 કરોડથી વધુનાં કામો હાથ ધરવામાં આવ્યા છે. લોકોએ તેની નોંધ લીધી છે. આપણા નેતા જીતે અને તે પણ મંત્રી હોય તો કામ સારુ થાય તેમ લોકોને ખ્યાલ આવ્યો. મોસાળમાં હોય અને મા પિરસનાર હોય તો પછી શું જોવાનું ?”

   
  Published by:sanjay kachot
  First published:

  Tags: Kunvarji bavaliya, Loksabha-2019, Saurashtra, ગુજરાત

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन